Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડની શાળાઅોમાં વિદ્યાર્થીઅોનું કુમકુમ તિલક અને ગુલાબ આપી સ્વાગત કરાયું

વલસાડની શાળાઅોમાં વિદ્યાર્થીઅોનું  કુમકુમ તિલક અને ગુલાબ આપી સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ લાંબા ઉનાળુ વેકેશન બાદ આજથી સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લામાં પણ શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓના દ્વાર આજથી વિદ્યાર્થીઓ માટે ખૂલી ગયા છે.  આજે પ્રથમ દિવસે શાળાઍ પહોંચેલા બાળકોમાં ઍક અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વલસાડની શાળાઓમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. શાળા પરિવાર અને શિક્ષકો દ્વારા વહેલી સવારથી જ શાળાના મુખ્ય ગેટ પર ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓનું શિક્ષકો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ બાળકોને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ આપીને વર્ગખંડમાં -વેશ કરાવવામાં આવ્યો હતો. શાળાઓને ફુગ્ગાઓ અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવી હતી. રડતા ચહેરે આવેલા ભૂલકાંઓ હસતા મુખે વર્ગખંડમાં ગયા  હતા. ખાસ કરીને બાળવાટિકા અને ધોરણ-૧ માં નવું ઍડમિશન મેળવનારા નાના બાળકો માટે આજનો દિવસ ખૂબ ખાસ રહ્ના હતો. પ્રથમ વખત ઘરની બહાર નીકળી શાળાના પગથિયાં ચઢતા કેટલાક બાળકોના ચહેરા પર થોડો ડર અને આંખોમાં આંસુ જોવા મળ્યા હતાં. 

પરંતુ શિક્ષકોના હેતાળ અને મમતાભર્યા વ્યવહાર તેમજ રંગબેરંગી રમકડાં જોઈને થોડી જ વારમાં ભૂલકાંઓ કિલકિલાટ કરી ઉઠ્યા હતા. જૂના વિદ્યાર્થીઓ પણ લાંબા સમય પછી પોતાના મિત્રોને મળીને ગદગદિત થયા હતા. ઍકંદરે, વલસાડ જિલ્લામાં આજથી કિલકિલાટ સાથે નવા શૈક્ષણિક વર્ષનું મંગલ મંડાણ થયું છે, જે બાળકોના ભવિષ્યને નવી ઊંચાઈઓ આપશે.