વાપી મનપા દ્વારા બઝાર રોડની બોક્ષ ગટરમાં હોલ પડવાનું શરૂ
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી મુખ્ય બજાર રોડ નવો બન્યા બાદ બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે મનપા બનાવેલી ગટરમાં મનપા દ્વારા હોલ પડવાનું શરૂ કર્યું છે. વાપીના હાર્દ સમા સરદાર ચોકથી ઝંડા ચોક સુધીના મુખ્ય બઝાર રોડને થોડા મહિના પહેલાં મનપા દ્વારા નવો બનાવવા માટે રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલની બોક્સ ગટર બનાવી હતી. જે બાદ રોડને ૨ ફૂટ જેટલો ખોદી કાઢ્યો હતો અને ઍ દરમિયાન પીવાના પાણીની લાઈન વારંવાર તૂટતાં નવી લાઇન નાખવામાં આવી હતી. જે બાદ ડામર રોડ નવો બનાવવામાં આવ્યો હતો. જોકે રોડની બાજુમાં બંને તરફ બનાવેલી ગટર અને રોડ વચ્ચેની ઍકથી બે ફૂટની જગ્યા છોડી હતી. જેમાં દુકાનદારોઍ મેટલ નાંખવતા હોલ પડવાનું બાકી હતું તેવામાં થોડાં દિવસો પહેલા રાત્રે વરસાદી ઝાપટું પડતાં બે દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં જે અંગે દુકાનદારોઍ કમિશનરને ફરિયાદ કરી હતી. આખરે મહાનગર પાલિકા દ્વારા બોક્ષ ગટરમાં હોલ પડવાનું શરૂ કર્યું છે જેથી ચોમાસામાં હવે પાણી નહીં ભરાય તેવું તંત્રનું માનવું છે.
