Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી શહેર કોંગ્રેસના મહામંત્રી ૬ મહિના માટે સસ્પેન્ડ

વાપી શહેર કોંગ્રેસના મહામંત્રી ૬ મહિના માટે સસ્પેન્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી તા. ૦૯ ઃ વાપી શહેર કોંગ્રેસ સમિતિઍ સંગઠનાત્મક શિસ્તના ભંગના આરોપસર વોર્ડ-૫ના કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા રિતેશ ઍચ. ભાનુશાલી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશશાહ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, પ્રમુખની પૂર્વ મંજૂરી લીધા વિના સત્તાવાર મીડિયા આમંત્રણ જારી કરી પ્રેસ કોન્ફરન્સ યોજવાના મામલે તેમને તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે. કારણદર્શક નોટિસ બાદ આપવામાં આવેલા જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન રજૂ થયેલા મુદ્દાઓની સમીક્ષા કર્યા બાદ સમિતિઍ નોંધ્યું હતું કે મીડિયા આમંત્રણમાં પ્રમુખનું નામ દર્શાવવામાં આવ્યું નહોતું તેમજ રજૂ કરાયેલ સ્પષ્ટીકરણ સંતોષકારક ન હતું. ઉપરાંત, સંગઠનાત્મક શિસ્ત અને સંચાર પ્રોટોકોલની અવગણના કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવ્યું છે.

સમિતિના આદેશ મુજબ રિતેશ ભાનુશાલીને આગામી ૬ મહિના સુધી વાપી શહેર કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિત્વ કરવા, સમિતિ વતી કોઈ નિવેદન આપવા કે સત્તાવાર સંચાર જારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે અને કોંગ્રેસે સંગઠનાત્મક શિસ્ત જાળવવા માટે કડક વલણ અપનાવ્યાનો સંદેશ આપ્યો છે.