Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી જનસેવા સર્કલ પાસે ડ્રેનેજનું ચેમ્બર ઉભરાતા ગંદકી

વાપી જનસેવા સર્કલ પાસે ડ્રેનેજનું ચેમ્બર ઉભરાતા ગંદકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૯ ઃ વાપીના જનસેવા હોસ્પિટલ સામે આવેલ તુલસી અપાર્ટમેન્ટ મુખ્ય માર્ગની ડ્રેનેજ લાઈન ઉભરાતા આખા રસ્તા ઉપર ખરાબ ગંદુ પાણી વહેતું જોવા મળ્યું સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ પરેશાન બન્યા તાત્કાલિક મહાનગરપાલિકામાં ફરિયાદ કરતા ડ્રેનેજ લાઈનનું સમારકામ શરૂ કરાયું હતું.

વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવતા રામદેવપીર મંદિરથી આશિયાના કોમ્પલેક્ષ સુધીના માર્ગ ઉપર આવેલ તુલસી ઍપાર્ટમેન્ટ સામેના માર્ગ ઉપરથી પસાર થતી પાલિકાની ડ્રેનેજ લાઈનનું ચેમ્બર છેલ્લા કેટલાક દિવસથી ઉભરાઈ રહ્નાં છે અને આ ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી મુખ્ય માર્ગ ઉપર તેમજ વાપી-કચીગામ રોડ ઉપર આવેલ મહારાણા પ્રતાપ સર્કલ સુધી પહોંચી રહ્નાં છે.

જે અંગે આ માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ તેમજ દુકાનદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઇ આજે વાપી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ફરિયાદ કરતા તાત્કાલિક પાલિકાના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને આ ઉભરાતી ગટરના ચેમ્બરનું રીપેરીંગ કામ શરૂ કરાયું હતું. જો કે વાપી મહાનગરપાલિકામાં વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન સાફ-સફાઈ નો કોન્ટ્રાક્ટ તેમજ પ્રિમોન્સૂન કામગીરી હાલમાં ચાલી રહી છે તો શું આ ડ્રેનેજ લાઈન ની સફાઈ કરાઈ નથી કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્ના છે.