વલસાડ તાલુકામાં ૪૦ ગામોના ઘન કચરા વ્યવસ્થાપન માટે પ્બ્શ્
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણ નેજા હેઠળ વલસાડમાં જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્ના છે. જેના ભાગરૂપે જીલ્લા કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને અતુલ ફાઉન્ડેશન (ઘ્લ્ય્) ના સહયોગથી યોજાયેલી બેઠકમાં તાલુકાની ૩૯ ગ્રામ પંચાયતોના ૪૦ ગામોમાં ઘન કચરાના અસરકારક અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે અતુલ ફાઉન્ડેશન સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર પ્બ્શ્ કરવામાં આવ્યા હતા. ગામોમાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણનેપ્રોત્સાહન આપવાના હેતુથી થયેલા આ કરાર અંતર્ગત ઘર, દુકાનો, સંસ્થાઓ અને જાહેર સ્થળોઍથી ઉત્પન્ન થતા ભીના અને સૂકા કચરાનું ઉદ્ભવ સ્થાને જ વિભાજન કરવામાં આવશે. ત્યારબાદ આ કચરાનો દૈનિક ધોરણે નિયમિત સંગ્રહ, સુરક્ષિત પરિવહન, પ્રોસેસિંગ અને નિયમો અનુસાર તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.
બેઠક દરમિયાન જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર અને લ્ષ્પ્ કન્સલ્ટન્ટશ્રી દ્વારા ઁલ્ંશ્રજ્ઞ્ફુ ર્ષ્ીસ્ન્દ્દફૂ ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દ (લ્ષ્પ્) ય્્યશ્રફૂસ્ન્ ૨૦૨૬ઁ અને આ કરારના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી જીગ્નાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, વલસાડના વ્ઝ઼બ્, ખ્વ્ઝ઼બ્, અતુલ ફાઉન્ડેશનની ટીમ, લ્ગ્પ્-ઞ્ સ્ટાફ, તેમજ વિવિધ ગામોના તલાટીઓ અને સરપંચો ઉપસ્થિત રહ્ના હતા અને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
