વાપી-સેલવાસ રોડ પર બે કી.મી.ના ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન થયા
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી- સેલવાસ રોડ ઉપર છેલ્લા ત્રણ કલાકથી ભારે ટ્રાફિકજામની સમસ્યા તેમજ વહનોની ઍકથી બે કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી રાહદારી તેમજ વાહન ચાલકો પરેશાન બન્યા છે.
પ્રા વિગત મુજબ આજે વાપી- સેલવાસ રોડ ઍટલે કે વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી ડુંગરા દાદરા ચેકપોસ્ટ સુધીના મુખ્ય માર્ગ ઉપર સાંજે ૫ થી રાત્રે ૮ઃ૩૦ કલાક સુધીના સમય દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થવા પામી છે. જોકે આ માર્ગ ઉપર કોઈ અકસ્માત કે માર્ગ રીપેરીંગનું કામ પણ ચાલતું ન હોવા છતાં ટ્રાફિક હોવાનું મુખ્ય કારણ અહીં ન કોઈ ટ્રાફિક પોલીસ કે સ્થાનિક પોલીસ પણ ન હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હોવાનું જણાઈ રહ્નાં છે. જોકે ખાસ કરીને ડુંગરાથી દાદરા સુધીના માર્ગ ઉપર લગભગ ૧ થી ૨ કીમી લાંબી વાહનોની લાઈન લાગી જવા પામી છે. જેને લઇ આ માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ત્રાહિમામ પોકારતા થયા છે. આ અંગે વાપી વિભાગના જવાબદાર ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક વાપી- સેલવાસ રોડ ઉપર સાંજે ૫ઃ૦૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાબદાર ટ્રાફિક પોલીસ ની ટીમ રાખી ટ્રાફિકની સમસ્યાથી વાપીવાસીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરે તે જરૂરી છે.
