વાપીના આકાશમાં સાંજે હેલિકોપ્ટરના ચક્કરથી અચરજ
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સાંજના સમયે હેલિકોપ્ટર નીચી ઊંચાઈઍ ચક્કર મારતું જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભારે અચરજ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને કોપરલી, પરિયા, અંબાચ તેમજ નજીકના અન્ય ગામોના રહેવાસીઓઍ વારંવાર આકાશમાં હેલિકોપ્ટર ઉડતું નિહાળ્યું હતું, જેના કારણે વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.
મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિવિધ કામો અને રૂટના નિરીક્ષણ માટે કરવામાં આવી રહ્ના છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા હવાઈ સર્વેક્ષણ કરી ચાલી રહેલી કામગીરી, અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્નાં હોવાનું જાણવા મળ્યું છે.
સાંજના સમયે હેલિકોપ્ટર સતત ઍક જ વિસ્તારમાં ચક્કર મારતું હોવાથી ગ્રામજનોમાં શરૂઆતમાં કૌતુક સાથે થોડી ચિંતા પણ જોવા મળી હતી. જોકે બાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિરીક્ષણ સાથે તેનો સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.
