કરવડ પાસે સીટી બસ અડફેટે બાઇક સવાર બે મજૂરના મોત
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી - મોટાપોîઢા માર્ગ પર આવેલા કરવડ નજીકમાં મંગળવારે ઍક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા બે મજૂર યુવાનોના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં ઍક તરફના માર્ગનું કામ ચાલી રહ્નાં હોવાથી તમામ નાના-મોટા વાહનોને રોંગ સાઈડથી પસાર કરવામાં આવી રહ્ના હતા. તે દરમિયાન ઍક બસ પણ રોંગ સાઈડથી પસાર થઈ રહી હતી.
આ દરમિયાન સામે તરફથી આવી રહેલી બાઇક બસ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ઍટલો ભયંકર હતો કે બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકોમાં શૈલેષ વેલજીભાઈ, રહે. મોટાપોંઢા તેમજ રિપલ લાહનુંભાઈ, રહે. મોટી પલસણ(કપરાડા)નો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રોડના કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
