ગોરવાડા કે. કે. ઈગ્લિશ મીડી. સ્કુલમાં બાલ સંસ્કાર સમર્થ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ માતૃ સંસ્કાર સમર કેમ્પમાં માતાઓને બાળક ગર્ભમાં હોય અને જન્મે ત્યાં સુધી બાળકમાં સારા સંસ્કારનું સિંચનનું માર્ગદર્શન માટે વલસાડના કે.કે. ગાંધી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ગોરવાડામાં પાંચ દિવસીય બાલ સંસ્કાર સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પૂ. સ્વામી રામદેવજી મહારાજ અને પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણ મહારાજની સૂક્ષ્મ ઉપસ્થિતિને નમન વંદન કે કે ગાંધી ઇંગ્લીશ મીડીયમ શાળા તેમજ પતંજલિ યોગ સમિતિ દ્વારા બાલ સંસ્કાર સમર કેમ તથા માતૃ સંસ્કાર સમર કેમ્પનું પાંચ દિવસ થયા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે યોગ આસાન પ્રાણાયામ તેમજ સંગીત સાથે યોગ તેમજ સર્વ નામમાં સર્વ નામ ક પ્રવૃત્તિઓ કરાવી હતી બીજાથી દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ મોબાઈલથી દૂર રહેવા માર્ગદર્શન અપાયું હતું. પૂછવાબેન સાગઠીયા મહિલા પતંજલિ યોગ સમિતિમાં રાજ્ય સંવાદ પ્રભારીઍ જણાવ્યું હતું કે ગાંધી સ્કૂલમાં રાજ્ય મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા માત્ર સંસ્કાર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વૈશાલી પટેલ કે કે ગાંધી સ્કૂલમાં શિક્ષક શિક્ષિત તરીકે સેવા આપી રહ્ના છે દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ અપાયા હતા માતૃ સંસ્કાર સમર કેમ્પમાં માતાઓને બાળક ગર્ભમાં હોય અને જન્મે ત્યાં સુધી બાળકમાં સારા સંસ્કારનું સિંચનનું માર્ગદર્શન અપાયું હતું.
