Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ જિલ્લા ભાજપની બેઠક મળી

વલસાડ જિલ્લા ભાજપની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ - વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અંતર્ગત યોજાયેલી આ વિશેષ બેઠકમાં આગામી સમયના કાર્યક્રમોની રૂપરેખા અને સંગઠનાત્મક મજબૂતીકરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઍક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આયોજિત આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારાઍ કરી હતી. બેઠકમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના નાણાં વિભાગના કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ, તેમજ પ્રદેશ કાર્યક્રમ સહસંયોજક અને પૂર્વ મંત્રી  બ્રિજેશ મેરજા, પ્રદેશ ઉપપ્રમુખ અને ધરમપુર ના ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લાના પ્રભારી  વિનયભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્ના હતાં અને ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં સંગઠન અને સરકારના પદાધિકારીઓઍ હાજરી આપી કાર્યક્રમને વેગ આપ્યો હતો.વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવા બેઠક દરમિયાન વક્તાઓઍ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા ૧૨ વર્ષોમાં અવિરત વિકાસ, અતુટ વિશ્વાસ અને જનકલ્યાણના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.મોદી સરકારની જનહિતની યોજનાઓ અને ૧૨ વર્ષની ઐતિહાસિક ઉપલબ્ધિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવી, આગામી દિવસોમાં યોજાનારા વિવિધ સેવાકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા તૈયાર કરવી, બૂથ સ્તર સુધી સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવું બેઠકના અંતે ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓઍ આગામી સમયમાં ભાજપના આ જનકલ્યાણ અભિયાનને ગામે-ગામ અને ઘરે-ઘરે સુધી પહોંચાડી વિજય કૂચ ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.