Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

હાલર વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ

હાલર વિસ્તારમાં પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વલસાડના હાલર વિસ્તારમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રી-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) કામગીરીનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વરસાદ દરમિયાન સ્થાનિક રહીશોને પાણી ભરાવાની કે અન્ય કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે નગરપાલિકા અને સ્થાનિક ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને લાઈનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ શહેરના હાલર વિસ્તારના તમામ મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને ગલીઓને આવરી લઈને વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેરમાં આવેલ  મિશન કોલોની,  મહાદેવ નગર, ભવાની માતા મંદિરની સામેથી દેસાઈ ફળિયા, જલારામ રોડ પર આવેલી બંને ગલીઓ, પોકેટ ગાર્ડન તેમજ કોન્વેન્ટ સ્કૂલ  પાછળની ગલી, સૂર્ય કિરણ સોસાયટીથી હાલર તળાવ સુધી, હાલર પાણીની ટાંકીથી પ્રાઈમરી સ્કૂલ થઈ હાલર તળાવ સુધી તેમજ હાલર તળાવથી સર્કિટ હાઉસ સુધીનો માર્ગ, તાલુકા પંચાયતથી ડૉક્ટર હાઉસ, ન્ત્ઘ્ ઓફિસથી જૂની કસ્ટમ ઓફિસ અને હાલર રોડ વીરચંદ ગોવનજી  શોરૂમથી પોસ્ટ ઓફિસ સુધીના વિસ્તારો કામગીરી કરવામાં આવી હતી. આ પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ થાય તે માટે વિસ્તારના જવાબદાર આગેવાનો અને જનપ્રતિનિધિઓ સતત ગ્રાઉન્ડ ઝીરો પર ઍક્ટિવ જોવા મળ્યા હતાં. જેમાં નિતેશભાઈ વશી, ભરતભાઈ પટેલ (કાનો), અલકાબેન દેસાઈ તેમજ લીલાબેન આહીરઍ જાતે ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીનું સુપરવિઝન કર્યું હતું અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નોંધૅં સ્થાનિક રહીશોઍ પણ ચોમાસા પહેલા શરૂ થયેલી આ કામગીરીને આવકારી છે અને તંત્ર તેમજ સ્થાનિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ચોમાસામાં પાણીના નિકાલની વ્યવસ્થા સુધરતા આ વર્ષે જળબંબાકારની સ્થિતિમાંથી રાહત મળશે.