વલસાડ અભયમ હેલ્પલાઈને ઘરેલું હિંસામાં પરિવાર વિંખાતો બચાવ્યો
- byDamanganga Times
- 02 June, 2026
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાના નજીકના ગામમાંથી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર પીડિત મહિલા તથા તેમની દીકરીનો કોલ આવ્યો હતો, જેમાં પતિ દ્વારા સતત શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવાયું હતું. માહિતી મળતાં જ અભયમ વલસાડની ૧૮૧ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પતિનો સંપર્ક કરી બોલાવી બંને પક્ષો સાથે કાયદેસર રીતે કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, પીડિતા ઘર નિર્માણ માટે લીધેલી લોનના હા મજૂરી કરીને ચૂકવતી હતી, પરંતુ કોઈક કારણસર બેંક દ્વારા હા બાકી રહેતા બેંકની ટીમ દ્વારા ઘરની મુલાકાત લેવાથી ઘરેલુ તણાવ સર્જાયો હતો. પતિ વ્યસની હોવાથી પીડિતાને વારંવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતો હતો. દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હોવા છતાં તેના શિક્ષણ ખર્ચ અને ફી માટે સહયોગ આપતો ન હતો તેમજ અપશબ્દો બોલતો હતો. ઘરખર્ચ અને ભોજન બાબતે પણ ભેદભાવ રાખવામાં આવતો હતો અને પરિવારના ૧૪ વર્ષના પુત્રના દુર્ભાગ્યપૂર્ણ અવસાન અંગે પીડિતાને અન્યાયપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવામાં આવતી હતી, જેના કારણે પરિવારિક સંબંધોમાં ગંભીર તણાવ સર્જાયો હતો.
અભયમ ૧૮૧ ટીમ દ્વારા પતિને કાયદાકીય રીતે સમજાવવામાં આવ્યું કે, શારીરિક મારઝૂડ તથા માનસિક ત્રાસ આપવો ભારતીય કાયદા મુજબ દંડનીય ગુનો છે તેમજ પત્ની અને સંતાનોના ભરણપોષણ, સુરક્ષા અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પિતાની કાયદેસર ફરજ છે.
