વાંસદાના તા.પં.ના ઍડિશનલ આસી. ઍન્જિનિયર રૂ.૧૬ હજાર લાંચ લેતા ઝડપાયા
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાંસદા તાલુકા પંચાયતના ઍડિશનલ આસિસ્ટન્ટ ઍન્જિનિયર કુણાલ પટેલ ૧૬૦૦૦ની લાંચ લેતા ઍસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ જતા વાંસદામાં ભારે ચકચાર અને ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રા વિગત મુજબ વાસદા તાલુકા પંચાયત માં આવતા ઍક વિસ્તારમાં વર્ષ ૨૦૨૫ માં ટ્રાઈબલ સબ પ્લાન યોજના હેઠળ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. જેનું કુલ બિલ ૪,૬૧,૬૯૪ હતું જે ડિસેમ્બર ૨૦૨૫ માં મંજુર કરાવવા માટે વાસદા તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં મોકલાવવામાં આવ્યું હતું. જેને ફેબ્રુઆરી ૨૦૨૬માં મંજૂરી મળી જવા પામી હતી. પરંતુ વાંસદા તાલુકા પંચાયતમાં ઍડિશનલ આસિસ્ટન્ટ ઍન્જિનિયર તરીકે ફરજ બજાવતા કુણાલ પટેલ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું કામગીરી કરનાર પાસે બિલના પાંચ ટકા ઍટલે કે રૂપિયા ૨૩,૦૦૦ ની માંગણી કરી હતી અને ભારે રકજક બાદ ૧૬૦૦૦ રૂપિયામાં પટાવત કરી હતી અને જે અંગે ફરિયાદી જાગૃત નાગરિક લાંચની રકમ આપવા માંગતો ન હોય જેને લઇ તેમણે વલસાડ અને સુરત ઍસીબીનો સંપર્ક કર્યો હતો. આ અંગે આજે ફરિયાદી અને ઍડિશનલ આસિસ્ટન્ટ ઍન્જિનિયરના થયેલી વાતચીત મુજબ ૧૬૦૦૦ રૂપિયાની લાંચની રકમ આપવા માટે ફરિયાદી વાંસદા તાલુકા પંચાયતની કચેરીના પાર્કિંગમાં ઍન્જિનિયર કુણાલ પટેલને આપી રહ્ના હતો તે દરમિયાન વલસાડ સુરત ઍસીબીની ટીમ પહોંચી અને લાજની રકમ લેતા આરોપી કુણાલ પટેલને રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઍસીબીની ટ્રેપમાં સુરત ઍસીબી ઍકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવિઝન તેમજ વડોદરાના ઍસીબીના ઇન્ચાર્જ બી. ઍમ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
