ધરમપુરના નવાપાડામાં પાણીની તીવ્ર સમસ્યા
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૧ ઃ ધરમપુર તાલુકાના ગુંદીયા ગામના નવાપાડા વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી પાણી સમસ્યા સર્જાતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્ના છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના અને ઘર વપરાશના પાણી માટે લોકો ઍક જ બોર પર નિર્ભર બન્યા છે. બોરમાંથી પણ ખૂબ ઓછું પાણી આવતું હોવાથી મહિલાઓને પાણી ભરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને લાંબી કતારો લાગી જતી હોય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં અસ્ટોલ યોજનાની પાણી પુરવઠાની લાઈન પહોંચાડવામાં આવી હોવા છતાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પરિણામે નવાપાડાના પરિવારોને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. ઉનાળાના ત્રણેક મહિનામાં દર વર્ષે પાણીની તીવ્ર સમસ્યા સર્જાતી હોવાનું ગ્રામજનો દ્વારા જણાય આવ્યું છે
સ્થાનિક રહેવાસીઓઍ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં પાણી સંબંધિત જરૂરી કામગીરી વાસ્મો (ષ્ખ્લ્પ્બ્) દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી નથી, જેના કારણે આજે પણ લોકો મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્ના છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણી જેવી જીવનજરૂરી સુવિધા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
આ વચ્ચે ઍક મહત્વનો પ્રશ્ન પણ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના હેઠળ ગુંદીયા ગામને પાણીની સુવિધા બાબતે રાજ્ય સ્તરે ત્રીજો ક્રમ અને ઍક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ નવાપાડા વિસ્તારમાં પાણી માટે લોકો હજુ પણ હેરાન થઈ રહ્ના હોય ત્યારે ગામને આ પ્રકારનો ઍવોર્ડ કયા આધારે આપવામાં આવ્યો હશે તે અંગે ગ્રામજનોમાં સવાલો ઊભા થયા છે.
ગ્રામજનોઍ સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્રને નવાપાડાની પાણી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાણી પુરવઠા યોજનાઓનો લાભ ખરેખર છેવાડાના પરિવારો સુધી પહોંચે તે માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકોના મતે, પાણી જેવી પાયાની જરૂરિયાત માટે લોકોને હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સ્થળ પર મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે.
