Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ફડવેલમાં પતરા કાંપતાં ગ્રાઈન્ડરથી હાથ કપાઈ જતાં યુવાનનું મોત

ફડવેલમાં પતરા કાંપતાં ગ્રાઈન્ડરથી હાથ કપાઈ જતાં યુવાનનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૧ ઃ ચીખલી તાલુકાના ફડવેલગામે ઍક યુવાન રવિવારે સાંજના સમયે ઘરના પેજારી ઉપર ગ્રાઈન્ડર મશીનથી પતરા કાપવાનું કામ કરતી વખતે ડાબા હાથમાં મશીન છટકીને વાગતા લોહી વધુ નીકળી જતા સારવાર દરમિયાન મોત થયું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. 

 ચીખલી તાલુકાના ફડવેલ ગામના નવા ફળિયા ખાતે રહેતા ભગુભાઈ રવજીભાઈ પટેલ ઉ.વ.૪૭ જે રવિવારના રોજ સાંજે ૬ થી ૬ઃ૩૦ વાગ્યાના સમય દરમિયાન પોતાના ઘરના પેજારી ઉપર ગ્રાઈન્ડર મશીનથી પતરા કાપવાનું કામ કરતી વખતે તેમના હાથમાંથી અચાનક ગ્રાઈન્ડર મશીન છટકી જતા તેમના ડાબા હાથમાં વાગતા ડાબા હાથની નસો કપાઈ ગયેલ અને ડાબા હાથમાંથી લોહી નીકળી જતા જેમને તાત્કાલિક સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગેની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.