પારડીમાં મહિલાની સોનાની ચેઈન ખેîચી બાઈક સવારો ફરાર
- byDamanganga Times
- 02 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૧ ઃ પારડીમાં શાકભાજી લેવા નીકળેલી ઍક મહિલાના ગળામાંથી બે અજાણ્યા બાઇકસવારોઍ બળજબરીપૂર્વક રૂ. ૧.૨૦ લાખ કિંમતની સોનાની ચેઇન તોડી પળવારમાં ફરાર થઈ ગયા હતા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને શોધવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
પારડીમાં આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં મીનાક્ષીબેન પોતાના ઘરેથી પારડી બજારમાં શાકભાજી લેવા માટે નીકળ્યા હતા. તેઓ કુંભારવાડ વિસ્તારમાં વિવેક જ્વેલર્સની બાજુમાંથી પસાર થઈ રહ્ના હતા ત્યારે ઍક કેસરી અને કાળા રંગની કેટીઍમ સ્પોર્ટ્સ બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકો તેમની નજીક આવ્યા હતાં. આરોપીઓઍ શરૂઆતમાં કોઈ શંકા ન જાય તે રીતે મહિલાને મોટરસાઇકલ મેકેનિકની દુકાન ક્યાં આવેલ છે તે અંગે પૂછપરછ કરી હતી. મહિલાઍ તેમને અહીં મેકેનિક ન હોવાનું અને હાઇવે તરફ જવા જણાવ્યું હતું. ત્યારબાદ બંને યુવકો ત્યાંથી નીકળી ગયા હોવાનું જણાતાં મહિલાઍ પણ પોતાની ચાલ ચાલુ રાખી હતી.
પરંતુ થોડી જ ક્ષણોમાં આરોપીઓઍ પૂર્વયોજિત રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. બાઇક પર પાછળ બેઠેલો ઇસમ અચાનક મહિલાની નજીક આવ્યો અને તેમના ગળામાં હાથ નાખી બળજબરીપૂર્વક ત્રણ તોલાની સોનાની ચેઇન ખેંચી બંને આરોપીઓ બાઇક લઈને પારડી બજાર તરફ પૂરઝડપે ભાગી છૂટ્યા હતા ઘટના બાદ ગભરાઈ ગયેલી મીનાક્ષીબેને તરત જ પોતાના પતિ વિનોદભાઈ પ્રજાપતિ તથા મનોજભાઈ પ્રજાપતિને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો સાથે પારડી પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર બનાવ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસે અજાણ્યા બે આરોપીઓ સામે લૂંટ અને ચેઇન સ્નેચિંગ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ તેમજ આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
