Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં વીજપોલો પર પણ દબાણ !

વાપીમાં વીજપોલો પર પણ દબાણ !


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ વાપી ટાઉન ના મુખ્ય બજારમાં આવેલ કેટલીક શોપિંગ સેન્ટર અને મકાનોના આગળ લગાવાયેલા ડીજીવીસીઍલના પોલને પણ કવર કરી પતરા લગાવી દેવાતા વીજ પુરવઠો ખોરવાતા કે અન્ય કામગીરી કરવા માટે લાઈનમેનોને ભારે મુશ્કેલી થવાની શક્યતાને લઇ વીજ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વાપી ટાઉનના મુખ્ય બજારમાં આવેલ કેટલીક સરકારી શોપિંગ સેન્ટર તેમજ રહેણાંક અને કેટલાક કોમર્શિયલ મકાનની દુકાન આગળ લગાવવામાં આવેલ ડીજીવીસીઍલના પોલ ઉપરથી સ્ટ્રીટ લાઈટ અને કોમર્શિયલ તેમજ ડોમેસ્ટિક વપરાશ માટેના જોડાણો કેબલ થી લેવામાં આવ્યા છે. 

પરંતુ વાપીના મુખ્ય બજારમાં કેટલાક સ્થળે ડીજીવીસીઍલના આ વીજપોલને કવર કરી લેવામાં આવે છે અને દુકાનની બહાર પતરાનો સેડ કે કેટલો ભાગ રસ્તા ઉપર આવી જાય તેવી સ્થિતિમાં બનાવી લેવામાં આવ્યા છે જોકે હાલમાં પ્રિમોનસુનની કામગીરી તેમજ વિજ જોડાણ કરેલ કેબલ ખરાબ થઈ જવાના કિસ્સા બની રહ્ના છે. ત્યારે આ પોલ ઉપર રીપેરીંગ કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓને કામગીરી કરવી મુશ્કેલી થઈ રહી છે અને કેટલાક વીજ કર્મચારીઓ ને દુર્ઘટના કે અકસ્માત થવાની શક્યતા પણ દેખાઈ રહી છે.

જે અંગે તાત્કાલિક વાપી મહાનગરપાલિકાના દબાણ હટાવ તેમજ બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક મુખ્ય બજારના આ દુકાનદારોનો સર્વે કરી આવા વીજપોલની ચારે તરફ કવર કરી દેવામાં આવ્યા છે જે જોખમી હોય તેને તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોકોમાં તેમજ વીજ કર્મચારીઓમાં ભારે ચર્ચા પણ થઈ રહી છે.