Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી છીરીથી આઈપીઍલ પર જુગાર રમતો ૧ ઝડપાયો, ૧ વોન્ટેડ

વાપી છીરીથી આઈપીઍલ પર જુગાર રમતો ૧ ઝડપાયો, ૧ વોન્ટેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૧ ઃ વાપીના છીરી ખાતે રણછોડ નગરના ઍક મેદાનમાં આઈપીઍલની ફાઇનલ મેચ પર જુગાર રમાડતો ઍક ઈસમને ડુંગરા પોલીસે ઝડપી લીધો હતો જ્યારે આઈડી આપનાર ઍકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રા માહિતી મુજબ વાપીના રણછોડનગર વિસ્તારમાં નહેર પાસે આવેલા ઍક મેદાનમાં ઍક ઈસમ આઈપીઍલ મેચની ફાઇનલ મેચ પર જુગાર રમાડી રહ્ના હોવાની બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ યુસુફ વોરાઍ સ્થળ પર રેડ પાડી અરમાન શોખીન ખાન રહે. ડુંગરી ફળિયા સુલતાનભાઈની ચાલને રંગે હાથ ઝડપી પાડી તેના મોબાઇલમાં માંથી જુગાર રમાડતો હતો તે વીવો કંપનીનો ૧૦,૦૦૦ નો મોબાઈલ તથા તેની પાસેથી રોકડ રૂ. ૮,૮૦૦ અને  રૂ. ૩૫,૦૦૦ ની બાઈક કબજે લઈ તપાસ કરતા તેને આઈડી આપનાર શાહરુખ ખાન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા અરમાન ખાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.