Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બલીઠામાં ગાંજા મુદ્દે અપહરણ - રૂપિયા પડાવવાના કેસમાં બે ના જામીન નામંજુર

બલીઠામાં ગાંજા મુદ્દે અપહરણ - રૂપિયા પડાવવાના કેસમાં બે ના જામીન નામંજુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ વાપીના બલીઠામાં પાનના ગલ્લાવાળાને ગાંજાનું વેચાણ કરો છો તેમ કહી ધમકાવી કારમાં અપહરણ કરી રૂ. ૯૫,૦૦૦ પડાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અને ઝડપાયેલા જીઆરડીના ભાઈ વિશાલ ગોફળ ભરવાડની આગોતરા જામીન અરજી વાપીના ઍડિશનલ સેશન જજ ઍચ જે. પંડ્યાઍ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ના રાખી આ ચુકાદો આપ્યો હતો.

પ્રા વિગતો અનુસાર, વાપીના બલિઠા ખાતે આવેલ આલોક કંપનીની બાજુમાં પાનનોગલ્લો ચલાવનાર સુરજ વિજય પાંડે નામના વ્યક્તિ પાસે ગત તા. ૧૮-૫-૨૦૨૬ના રોજ વહેલી સવારમાં ઍક ક્રેટા કારમાં આવેલા વાપી ટાઉન પોલીસ મથકના બે જીઆરડી અને ઍક હોમગાર્ડ તેમજ અન્ય ઍક ઈસમે ધમકાવી ક્રેટા કારમાં અપહરણ કરી રૂ. ૯૦,૦૦૦ ગુગલ - પેથી ટ્રાન્સફર કરાવી લીધા હતાં. જે ગુનામાં સામેલ આરોપી વિશાલ ભરવાડ સામે બળજબરી પૂર્વક નાણાં કઢાવવાનો ગુનો નોંધાયો હતો.

આ મામલે પોલીસ દ્વારા ધરપકડ થવાના ભયથી બચવા માટે આરોપી વિશાલે વાપીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આજે સુનાવણી દરમિયાન, જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીઍ આરોપીની જામીન મુક્તિ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિઍ ગંભીર પ્રકારનો ગુનો બને છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, જો આવા ગુનામાં આરોપીને આગોતરા જામીન આપીને રક્ષણ આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ગુનેગારોને પ્રોત્સાહન મળે છે. તેમણે ગુનાની ગંભીરતા અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને આરોપીને કોઈ પણ સંજોગોમાં રાહત ન આપવા વિનંતી કરી હતી.સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ઍડિશનલ સેશન્સ જજ ઍચ. જે. પંડ્યાઍ સંપૂર્ણપણે ગ્રાહ્ના રાખી હતી, ગુનાની પ્રકૃતિ જોતા આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. આથી, કોર્ટે આરોપી વિશાલ ભરવાડની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

જોકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જીઆરડી પોલીસ અને ઍક હોમગાર્ડ તથા જીઆરડી પોલીસના ભાઈ વિશાલ ગોકુલ ભરવાડના નામ ખુલ્યા હતાં. જોકે હોમગાર્ડ અને જી.આર.ડી.ને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા જામીન પર છુટકારો થયો હતો અને તેઓને સાથ આપનાર વિશાલ ભરવાડને વોન્ટેડ જાહેર કરાયો હતો. જે ઘટનામાં પોલીસ ઘરપકડથી બચવા તેમણે આગોતરા જામીન અરજી કરી હતી.