Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી-સેલવાસ માર્ગ પર અકસ્માતમાં ઍકનું મોત

વાપી-સેલવાસ માર્ગ પર અકસ્માતમાં ઍકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૩૧ ઃ વાપી-સિલવાસા મુખ્ય માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર ઍક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઍક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તથા સંબંધિત વિભાગોની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવી હતી.

ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઍકત્ર થયા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે.