મગોદ ડુંગરીમાં શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાશે
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ તાલુકાના કાંઠાળ પંથકના મગોદ ડુંગરી ખાતે રાધાકૃષ્ણ મંદિરના પ્રવેશદ્વારના પટાગણમા અધિક પવિત્ર પુરુષોત્તમ માસમાં આગામી તા. ૨ જૂનના મંગળવારે કથા પ્રારંભ થશે અને તા. ૮ મી જૂનના સોમવારે કથાની પુર્ણાહુતી થશે. કથાનો સમય સવારે ૯ઃ૩૦ થી બપોરે ૧૨ઃ૦૦ કલાકે અને સાંજે ૪ઃ૦૦થી ૬ઃ૩૦ કલાકનો રહેશે. કથા વાંચન વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શ્રી જમનબાપુ નિમ્બાર્ડ ધર્મપ્રેમી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. કથા જ્ઞાનયજ્ઞમાં કથા દરમ્યાન વામન ભગવાન પ્રાગટ્ય, નંદ ઉત્સવ, ગોવર્ધન પૂજા તથા રૂક્ષ્મણી વિવાહ જેવા વિવિધ ઉત્સવો ઉજવાશે . કથાના મુખ્ય યજમાન પદે અજીતભાઈ જીવણભાઈ આંધરીવાળા અને જ્યોતિબેન અજીતભાઈ આંધરીવાળા રહેશે. પોથીયાત્રા કથા પ્રારંભ દિને સવારે ૯ઃ૦૦ કલાકે યજમાનના નિવાસસ્થાનેથી નીકળશે. કથા પ્રારંભ પહેલા દીપ પ્રાગટ્યમા જીતુભાઇ પટેલ નીલકંઠ ફળીયા મગોદ તથા નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ ( તેજ ઍકવા ફાર્મ કોસંબા ) ઉપસ્થિત રહેશે.શ્રીમદ્દ ભાગવત કથાનું પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં ધર્મપ્રેમી શ્રોતાઓને કથાનું રસપાન સાથે મહાપ્રસાદનો લાભ લેવા મગોદ ડુંગરીના આયોજકો દ્વારા ઍક યાદીમાં જણાવે છે.
