ખત્તલવાડા રામ મંદિરમાં સત્સંગ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૧ ઃ ઉમરગામ તાલુકાના ખત્તલવાળા ગામ સ્થિત રામ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે ભવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના પ્રેમી તેમજ ગામના દરેક સમાજના આગેવાનો દ્વારા છેલ્લા ૪૮ વર્ષથી આ ધાર્મિક પરંપરા નિષ્ઠાપૂર્વક જાળવી રાખવામાં આવી રહી છે. આ સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. ભજન-કીર્તન અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમની ખાસ વાત ઍ રહી કે ગામની યુવા મહિલાઓઍ પણ મોટી સંખ્યામાં હાજરી આપી સનાતન ધર્મ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને આસ્થા વ્યક્ત કરી હતી. આજના આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી ધર્મ અને સંસ્કૃતિથી દૂર જતી હોવાની ચર્ચાઓ થાય છે ત્યાં ખત્તલવાળા ગામની દીકરીઓ અને મહિલાઓઍ સત્સંગમાં હાજરી આપી સમાજ માટે ઍક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખત્તલવાળા ગામે યોજાયેલ આ ભવ્ય સત્સંગ કાર્યક્રમને લઈ સમગ્ર ઉમરગામ તાલુકામાં પ્રશંસા થઈ રહી છે. ગામની મહિલાઓની ઍકતા, યુવાનોની ધાર્મિક લાગણી અને સમાજના આગેવાનોની સેવાભાવનાઍ આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
