દમણમાં મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૧ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં સચિવાલય, દમણ ખાતે માન્યતા પ્રા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ઍક બેઠક યોજાઈ હતી, જેમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાઁ (લ્ત્ય્) વિશે માહિતી આપવામાં આવી હતી.
બેઠકની શરૂઆતમાં, મુખ્ય ચૂંટણી અધિકારીઍ રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને તેમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (લ્ત્ય્) કાર્યક્રમ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ મતદાર યાદીઓની શુદ્ધતા, ચોકસાઈ અને સમાવેશકતા સુનિડ્ઢિત કરવા માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવી રહ્ના છે અને આ કાર્યક્રમ માટે લાયકાત તારીખ ૦૧.૦૭.૨૦૨૬ છે. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓઍ લ્ત્ય્-૨૦૨૬ની સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી તંત્રને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવાની ખાતરી આપી અને નિર્ધારિત સમયમર્યાદામાં ગ્ન્ખ્ની નિમણૂંક કરવા પણ સંમતિ આપી.
આ બેઠકમાં યુટી દમણ અને દીવના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અરુણ ટી., આશિષ મોહન, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અમોલ મેશ્રામ, સેવાદળ પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, દાદરા નગર હવેલી મહેશ ધોરી, ઉપાધ્યક્ષ (રાજ્ય સમિતિ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, દાદરા નગર હવેલી, ગણેશ ભંડારી, દમણ જિલ્લા મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી, દમણ કિરીટ દમણિયા, ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, દમણ પ્રેમ ભંડારી, ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, દમણ અને ચૂંટણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
