વલસાડ- વાપી બિલ્ડર ઍસો. દ્વારા મનપાના નવ નિયુકત પદાધિકારીઅોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, વલસાડ જિલ્લા બિલ્ડર ઍસોસિઍશનના ડાયરેક્ટર તથા વાપી ક્રેડાઇના ઉપપ્રમુખ દર્પણભાઈ દેસાઈની આગેવાની હેઠળ વાપી મહાનગરપાલિકા ના નવનિયુક્ત કમિશનર ચૌધરી તથા નવનિયુક્ત મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલનું સન્માન વલસાડ અને વાપી બિલ્ડર ઍસોસિઍશન દ્વારા કરવામાં આવ્યું હતું.
સાથે તેઓઍ વાપી પંથકમાં બિલ્ડર ઍસોસિઍશન દ્વારા કરાતી કામગીરી માં સહયોગ મળતો રહે અને બિલ્ડર ઍસોસિઍશન પણ તેમને જરૂરી માર્ગદર્શન હેઠળ કામગીરી કરશે તેમ જણાવ્યું હતું.
મનપાના હોદ્દેદારોની મુલાકાત દરમિયાન વલસાડ જિલ્લા બિલ્ડર ઍસોસિયેશનના ડાયરેક્ટર દર્પણભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા બિલ્ડર ઍસોસિઍશનના પ્રમુખ અશોકભાઈ મંગે, સેક્રેટરી ચેતનભાઇ ભાનુશાલી, અંકિત ભાનુશાલી, ક્રેડાઈ વાપીના પ્રમુખ રમેશભાઈ કોટડીયા, બીપીનભાઇ વાણીયા, જગદીશભાઈ ભાટુ, સતિષભાઈ ભાનુશાલી, હિતેશભાઈ ભાનુશાલી, ચેતન ભાનુશાલી, વત્સલભાઈ મંગે, પાર્થ ભાનુશાલી, નીલ ભાનુશાલી, પિયુષભાઈ ભાટુ સર્વે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
