દમણમાં રકતદાન શિબિર યોજાઈ
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૩૧ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દમણની પ્રસ્તાવિત મુલાકાત નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ રાજ્ય ઍકમોઍ શનિવારે દમણના કોળી પટેલ સમાજ હોલ ખાતે ઍક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.
આ શિબિરનો હેતુ રાજ્યના લોકો સાથે મળીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાનો અને સમાજ સેવા પ્રત્યે જનજાગૃતિ લાવવાનો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ શિબિરમાં વિવિધ સમુદાયના લોકોઍ અને ભાજપના કાર્યકરોઍ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. કાર્યક્રમ સંયોજક અસ્પી દમણિયાના પ્રયાસો અને નમો મેડિકલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દર્શન માહ્નાવંશીના સહયોગથી કુલ ૧૫૦ યુનિટ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું.
શિબિરમાં ભાજપના ઘણા અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરોઍ પોતે રક્તદાન કરીને સમુદાયને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ, સુનિલ પાટીલ, ભૂતપૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, દમણ નગરપાલિકા અધ્યક્ષ દીપિકાબેન ટંડેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ ધરમ પટેલ, દમણ જિલ્લા પંચાયત અધ્યક્ષ નિશાબેન ભવર અને સિલવાસા નગરપાલિકા અધ્યક્ષ સોમનાથ પાટીલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્ના હતાં.
