Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી ડીસીઅો હાઈ.માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પારડી ડીસીઅો હાઈ.માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૩૧ ઃ પારડીમાં આવેલ ડીસીઓ હાઈસ્કૂલમાં ૧૯૯૭માં ધો.૧૦ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ૨૯ વર્ષ પૂર્ણ થતાં તમામ વિદ્યાર્થીઓ ભેગા મળ્યા હતા અને બ્લડ ડોનેશન પારડી બ્લડ બેન્કમાં કરી ઉજવણી કરી હતી આ રીતે અનોખી ઉજવણી કરતા જરૂરિયાતવાળાઓને રકમ મળતા ઍમના જીવનને નવી ચેતના મળી હતી. મળેલા તમામ મિત્રો દ્વારા નક્કી થયું કે સામાજિક ક્ષેત્રે કંઈક યોગદાન આપવાના હેતુસર પારડી બ્લડ બેંકમાં ૧૨ બોટલ બ્લડ દાન કરી ઍક ઉત્કૃષ્ટ કાર્ય કરીને  સમાજને જરૂર પડ્યે  રક્તદાન મહાદાન  હેતુ સિધ્ધ કર્યું છે. તમામ સ્ટુડન્ટ ૨૯ વર્ષે અને પૂર્વગ મળ્યા હતા અને રક્તદાનને જ પ્રથમ સેવાકીય પ્રવૃતિમાની હાલમાં જરૂરિયાતવાળાઓને લોહીની સખત જરૂર હોય જેથી રક્તદાન ઍ મહાદાનના સ્ત્રોત્ર અને સાર્થક કરવા તમામ લોકોઍ રક્તદાન કર્યો હતો અને ૨૯ વર્ષે ઍક અનોખી ઉજવણી કરી હતી તો ઍના જીવનને બચાવી રક્તદાન કરવાનો નક્કી કરી ખરા અર્થમાં ઍકબીજાની સ્કૂલની જિંદગી સાર્થક કરી હતી.