સેલ્યુટ તિરંગાની ગાંધીનગરમાં દરેક જીલ્લાના પ્રમુખોનું સંમેલન યોજાશે
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ (ચલાવાળા), ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરગોવિંદભાઈ તથા અન્ય સભ્યોઍ ગુજરાત સરકારના નાણાંઅને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને વિજ્ઞાન તથા ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ગાંધી નગર ખાતે મુલાકાત લઈને તેમને જૂન ૨૦૨૬માં ગાંધીનગર ખાતે યોજાનારી સેલ્યુટ તિરંગાની રાજ્ય ના ૩૩ જિલ્લાના પ્રમુખ યોજાનારી બેઠક મા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લાના તમામ સેલ્યુટ તિરંગાના જીલ્લા પ્રમુખોને ઍક મંચ પર ભેગા કરવામાં આવશે. ગાંધીનગર ખાતે સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજેશ ઝાના અધ્યક્ષ સ્થાને વિશાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સંસ્થાની કામગીરી અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશેઆ કાર્યકમ ને સફળ બનાવવા માટે સેલુટ તિરંગા ઍનજીઓના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ અને તેમની ટીમ કામ કરી રહી છે
