સેગવીમાં પાર્ક કરેલી ઍકિટવાને મિક્ષર ટ્રકે કચડી નાંખી
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ તાલુકાના સેગવીગામે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા ઍક યુવાનની પાર્ક કરેલી ઍક્ટિવા પર મિક્સર મટીરિયલ ભરેલી ટ્રક ઍક્ટિવા પર ફરી વળતા ચગદી કાઢી હતી, પરંતુ સદનસીબે યુવાન મંદિરમાં હોવાથી તેનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
વલસાડ તાલુકાના સેગવી ગામના આહીર ફળિયામાં નિલય રાજેશભાઈ આહીર રહે છે. નિલય આહીર ગઈકાલે મોડી સાંજે ૬ કલાકે પોતાની ઍક્ટિવા નબર ઞ્થ્-૧૫-ગ્પ્-૬૨૭૩ લઈને સેગવીના ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તેમણે પોતાની ઍક્ટિવા મંદિરના ર્પાકિંગ વિસ્તારમાં પાર્ક કરી હતી અને પોતે દર્શન કરવા માટે મંદિરની અંદર ગયા હતા.તે દરમિયાન, સેગવી ગામના તળાવ પાસે ચાલી રહેલા દીવાલના બાંધકામ માટે ક્રોંકિટ મિક્સર મટીરિયલ લઈને જતી ટ્રક ત્યાંથી પસાર થતી વખતે અચાનક ગાડીના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ કાબૂ ગુમાવતા જ આ ભારે વાહન સીધું જ ર્પાકિંગમાં પડેલી ઍક્ટિવા પર ને ચગદી નાખી હતી.
આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોઍ તાત્કાલિક ગાડીના ડ્રાઈવરે ત્યાં જ રોકી રાખ્યો હતો. ઘટનાની જાણ થતા સેગવી ગામના સરપંચ મુકુંદ પટેલ પણ દોડી આવ્યા હતા.
