ખેરગામની સ્વ. ચંપાબેને દેહદાન કરી મહેંક ફેલાવી
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૧ ઃ ખેરગામના ગંગાસ્વરૂપા ચંપાબેન ચંપકલાલ ગોહિલ નું ૮૪ વર્ષની વયે હૃદય રોગને કારણે અવસાન થયું હતું. તેઅો ત્રણેક વર્ષથી પક્ષાઘાતનો હુમલાને કારણે પથારીવશ હતાં. સદગત ધાર્મિક પ્રકૃતિના અને સાતમો ભણેલા પણ આધુનિક વિચારસરણી ધરાવતા હતા તેથી ઈ.સ. ૨૦૧૨માં પોતાના જન્મદિવસે તેમણે સમાજ ઉપયોગી થવાના આશથી દેહદાન અને ચક્ષુદાનની નોîધણી પડોશી સ્વ.નટવરલાલ ગોહિલ અને પુત્ર મનોજ ને લઈ જઈ કરાવી હતી. જેથી ચંપાબેનની ઈચ્છા મુજબ વલસાડ સરકારી મેડિકલ કોલેજ માં ઍમ્બ્યુલન્સ મંગાવી મ્રૃતદેહની સોપણી કરવામાં આવી હતી પ્રથમ સ્વસ્થ આંખ હોય આઈ બેન્કમા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું જેથી બે ની જિંદગીમાં પ્રકાશ રેલાય. અંધકારમાં જીવતાને દુનિયા દેખાતી કરવાનું પુણ્ય કાર્ય કર્યું.
ચંપાબેન અને ગોહિલ પરિવારનો નિર્ણય સમગ્ર મોચી અન્ય સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી અને અનુકરણીય બન્યો છે.
