વલસાડના યુવકનો મોબાઈલ હેક કરી ૯૫ હજારની ઓનલાઈન ઠગાઈ
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ ભાગડાવડા ગ્રીનપાર્ક ત્રણમાં રહેતા ઍક યુવકને ઠગ ઇસમે યુવકનો મોબાઈલ ફોન હેક કરીને બેંક ઓફ બરોડાના ખાતામાંથી ૯૫,૦૦૦ ઓનલાઈન રૂપિયા ઉપાડી લેતા યુવકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડ શહેર નજીક આવેલા ભાગડાવડા ગ્રીનપાર્ક-૩ માં મેઈન રોડ ઉપર રો-હાઉસમાં સફી મુસ્તાક અહમદ શેખ રહે છે.સફીઍ સોશિયલ મીડિયા પર ફ્રી મૂવી જોવા માટેની ઍક ઍપ્લિકેશન વિશે જોયું હતું, પરંતુ આ ઍપ્લિકેશન તેમની પાસે નહોતી.આથી તેમણે મહારાષ્ટ્રમાં રહેતા પોતાના મિત્ર આવેશને ફોન કરી ફિલ્મ જોવા માટે કોઈ ઍપ્લિકેશન હોય તો મોકલવા જણાવ્યું હતું. આવેશે તેને સોશિયલ મીડિયા પરથી ઁવ્્ય-ણુજ્ઞ્૦૧.ર્ીષ્ટત્ત્ઁ નામની ફાઈલ મોકલી આપી હતી. સફીઍ આ ઍપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને ઍપ્લિકેશન ઓપન થતાં જ કોઈ અજાણ્યા ઠગ ઇસમે તેમનો ફોન હેક કરી લીધો હતો.સફીના બેંક ખાતામાંથી ૯૫,૦૦૦ ઉપડી ગયા હોવા છતાં શરૂઆતમાં તેમને આ અંગે કોઈ જાણ નહોતી. પરંતુ, ટૂંક સમયમાં જ બેંક ઓફ બરોડામાંથી બેંક મેનેજરનો સફી પર ફોન આવ્યો હતો. મેનેજરે જણાવ્યું કે તમે ૯૫ હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું છે.સફીઍ ના પાડતા મેનેજરે વધુમાં જણાવ્યું કે, કોઈઍ બે વાર ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પહેલું ટ્રાન્ઝેક્શન ફેલ થયા બાદ બીજી વખતનું ટ્રાન્ઝેક્શન સફળ રહ્નાં છે. આ સાંભળીને મેનેજરે તાત્કાલિક બેંક આવીને ઍકાઉન્ટ બ્લોક કરાવવા માટે કહ્નાં હતું.
બેંકમાંથી આ માહિતી મળતા જ સફી દોડતા બેંક પહોંચ્યા હતા, જ્યાં ખાતામાંથી ૯૫,૦૦૦ ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. -ાથમિક રીતે સફી શેખના બેંક ઍકાઉન્ટમાંથી ૬૫,૦૦૦ ઉપડી ગયા હોવાની વિગતો સાથે આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકમાં અજાણ્યા ઠગ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
