વલસાડ હાઇવે પર કન્ટેનરની ટક્કરે સુરતના બાઇક સવાર બે ના મોત
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ નજીક નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે બાઇક પર સુરત જઈ રહેલા બે આશાસ્પદ શ્રમિક યુવકોને ઍક કન્ટેનરે પાછળથી જોરદાર ટક્કર મારતા બંને યુવકોના સારવાર દરમિયાન મોત થવાની ઘટના બની છે.
દાદરા અને નગર હવેલીમાં રહીને શ્રમકાર્ય કરતા બે પરપ્રાંતીય યુવકો આજરોજ સવારે અંદાજે ૬ ઃ ૩૦ કલાકે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર ઝ઼ઝ઼-૦૧-ઝ઼-૬૨૭૨ પર સવાર થઈને સુરત લિફટના કામકાજ માટે જઈ રહ્ના હતા. તે દરમિયાન વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮ પર હાઇવે ઓવરબ્રિજ પર પૂરઝડપે દોડતા કન્ટેનરે બાઈક ચાલકને અડફેટે લેતા તેના પર સવાર મોહમદ તુફેલ મોહમદ હારુન અંસારી ઉં. વ. ૩૩, ઉત્તર પ્રદેશ અને ગૌતમ યોગેશ કુશવાહ ઉં. વ.૨૧ બિહારને ગંભીર ઇજા થઈ હતી.
અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ઘટના સ્થળે તાત્કાલિક ૧૦૮ ઍમ્બુલન્સની ટીમે મોહમદ તુફેલને સ્થળ પર મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૨૧ વર્ષીય ગૌતમ કુશવાહને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબો ઍ મૃત જાહેર કર્યો હતો.
અકસ્માતની ઘટના બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
