વાપીમાં મિલકતધારકોઍ ગત વર્ષે રૂ.૬૯.૧૭ લાખનું વળતર મેળવ્યું
- byDamanganga Times
- 01 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા. ૩૧ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારના મિલકત ધારકોને આ વર્ષે જૂન માસમાં ગત વર્ષથી વધુ રીબેટ મળવાનું છે. મિલકત ધારકોને તા.૦૧/૦૬/૨૦૨૬ થી શરૂ થનાર પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામાં વેબસાઈટથી ઓનલાઈન પેમેન્ટ કરી વધુ લાભ લેવા જણાવાયું છે.
આ વર્ષે મિલકત ધારકો ૨૦૨૬-૨૭ ના પ્રોપર્ટી ટેક્ષમાં ૬ „ સુધી રીબેટનો લાભ મેળવી શકાશે. પ્રોપર્ટી ટેક્ષમાં બાકી તમામ રકમ સાથેનો વેરો ભરવાથી શિક્ષણ ઉપકર સિવાયની રકમ ઉપર ૫„ રીબેટ આપવામાં આવશે. વેબસાઈટ ર્રુષ્ટજ્ઞ્ણૂજ્ઞ્દ્દક્ક.જ્ઞ્ઁ થી વેરો ભરનારને વધારાનું ૧„ વળતર મળશે. જુન-૨૦૨૬ થી માર્ચ-૨૦૨૭ સુધી ઓનલાઈન વેરો ભરનારને ૧ „ વળતર મળતું રહેશે. ઓક્ટોબર માસથી દર મહીને ૧્રુ મુજબ વ્યાજ લાગવાનું શરૂ થશે. જે માર્ચ -૨૭ માં ૬ „ થશે અને ઍિ-લ-૨૭ થી બાકી તમામ રકમ પર ૧૨ „ વ્યાજ લાગશે.
ગત વર્ષે જુન માસમાં ૩૩૭૫૦ થી વધુ મિલકતધારકોઍ રૂ.૧૬.૮૭ કરોડનો વેરો ભરીને રૂ.૬૯.૧૭ લાખનું વળતર મેળવ્યું હતું. આ વર્ષે વેબસાઈટથી ઘર બેઠા ઓનલાઈન વેરો ભરી ૬ „ સુધીના રીબેટનો લાભ લેવા વાપી મહાનગર પાલિકાના ઘરવેરા વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.
