Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

આજે વાપીમાં શ્રી પીઍમ દેસાઈ (વલવાડા) કેન્સર કેર સેન્ટરનું ઉદઘાટન

આજે વાપીમાં શ્રી પીઍમ દેસાઈ (વલવાડા) કેન્સર કેર સેન્ટરનું ઉદઘાટન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વાપીની હરિયા હોસ્પિટલમાં આજથી કેન્સરના રોગોની સારવાર માટે કેન્સર કેર સેન્ટર શરૂ થશે.

રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને છેલ્લા પાંચ દાયકાથી વાપીમાં કાર્યરત ઍવી હરિયા ઍલ.જી. રોટરી હોસ્પિટલ ઍટલે દક્ષિણ ગુજરાતની જાણીતી હોસ્પિટલમાં આજથી હવે કેન્સરના રોગોની સારવાર માટેની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવા હેતુ શ્રી પીઍમ દેસાઈ (વલવાડા) કેન્સર કેર સેન્ટરનું ઉદઘાટન તા. ૩૦-૫-૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે ગુજરાત રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગના કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાશે આ પ્રોજેક્ટના મુખ્ય દાતા પ્રદીપભાઈ ઍમ. દેસાઈ અને શ્રીમતી રેખાબેન પ્રદીપભાઈ દેસાઈ (વલવાડાવાળા) તથા અન્ય દાતાઓના સહકારથી આ હોસ્પિટલ બની છે. જેને લઇ આ દાતાઓનું રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. 

વાપીની હરિયા હોસ્પિટલમાં કેન્સર કેર સેન્ટર શરૂ થતા જ કેન્સરને લગતી તમામ પ્રકારની આધુનિક સારવાર હવે ઘર આંગણે મળી રહેશે. જેને લઇ વાપી તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને મોટી રાહત પણ થશે.