આલીપોરમાંથી ક્રુડ અોઈલ અને ડામરના લાખો રૂપિયાના જથ્થા સાથે પાંચ ઝડપાયા
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૯ ઃ નવસારી ઍલસીબી પોલીસે બાતમી આધારે મધરાતે આલીપોર ગામની હદમાંથી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બે ટેન્કર માંથી ચોરીનું ક્રૂડ ઓઇલ કાઢતા કેટલાક શખ્સોને રંગે હાથ ઝડપી પાડી પોલીસે બે ટેન્કર ઍક પીકઅપ તેમજ ખુલ્લી જગ્યામાં રાખેલ ડામર અને ફ્રૂડ ઓઇલનો જથ્થો જે બેરલમાં ભરેલો હોય જે તમામ મુદ્દા માલ જેની કિંમત રૂ. ૮૬.૩૦.૯૬૦ કબજે કરી પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી છે જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી શ્રણૂણુ ના પોકો તાહિર અલી, પોકો કિરણ ભગુ તથા અહેકો બ્રિજેશ સતીશચંદ્રને ખાનગી રહે બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના આલીપોરગામે હંસ કવોરીથી બામણવેલ પાટીયા તરફ જતા પાર્થ ખાણની સામે કાચા રસ્તા ઉપર પ્રકાશ ખટીક તેના સાગરીતો સાથે ટેન્કરોમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરે છે અને હાલમાં કેટલાક ટેન્કરોમાંથી ફૂડ ઓઇલની ચોરી કરવાનું ચાલુ છે જે બાતમીના આધારે ઍલસીબી ની ટીમે ચીખલી સર્વેન્સ સ્ટાફના તેમજ અન્ય પોલીસ કર્મીઓને સાથે રાખી મધરાતે ઉપરોક્ત સ્થળે ત્રાટકતા પોલીસે બે ટેન્કરોમાંથી ક્રુડ ઓઇલ કાઢી બેરલમાં ભરી રહેલા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી બે ટેન્કરો ઍક પીકઅપ તેમજ ક્રૂડ ઓઇલ અને ડામર નો જથ્થો તેમજ છ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૮૬.૩૦.૯૬૦ નો મુદ્દા માલ કબજે કરી ઘટના સ્થળેથી -કાશ માંગીલાલ ખટીક હાલ રહે આલીપોર ડુંગરી ફળિયા તા.ચીખલી ચોરીનું ક્રૂડ ઓઇલ વેચાતું લેનાર મુખ્ય આરોપી, જસવીર સોનારામ ભવડીયા (ટેન્કર નંબર જીજે ૩૯ ટીઍ ૮૩ ૬૬ નો ચાલક) રહે. જેશાર ભવારી યાકી ધાણી પોસ્ટ બીજરાડ તા. ચોહટન જી. બાડમેર રાજસ્થાન, વિક્રમ વિસાજી રાજપુત (ટેન્કર નંબર જીજે૧૨ બીઝેડ ૮૯૬૬ નો ચાલક) રહે. અસારા બાદર નો વાસ તા. વાવ જી. વાવથરાદ હરી સાજણ ભરવાડ (સ્ત્રિં્ ૦૫ ણુદ્દ ૦૫૪૭ નો ચાલક) રહે. આલીપોર મજીવેડ ફળીયા તા.ચીખલી, મુકીશ જગદીશચંદ્ર ખટીક રહે. જીવન જ્યોત ઍપાર્ટમેન્ટ બગલાદેવ મંદિર નજીક થાલા તા.ચીખલી ની ધરપકડ કરી છે જ્યારે અંકિત પટેલ રહે સચિન તેમજ વિનોદ પ્રેમચંદ દગલીયા રહે.ઉનાઈ તા.વાંસદા ને વોન્ટેડ જાહેર કર્યા છે.
