પારડી હાઈવે પર હિટ ઍન્ડ રનમાં શ્રમિકનું ઘટના સ્થળે જ મોત
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ પારડીના બાલદા જીઆઈડીસી વિસ્તારમાં સુનિલભાઈની ચાલમાં રહેતા સંદીપ પપ્પુ બનવાસીઍ પારડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુલાયમ અને તેની પત્ની મમતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મુલાયમ પોતાના ચાર વર્ષીય પુત્ર નીરજનો હાથ પકડી અને કપડાંનો થેલો લઈને હું વતન ઉત્તર પ્રદેશ જતો રહ્ના છુંતેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. મમતાઍ સંદીપને જાણ કરતા તે મુલાયમને સમજાવવા પાછળ ગયો હતો. ચાલતા ચાલતા તેઓ ફાઉન્ટન હોટલ સામે આવેલા નેશનલ હાઇવે નંબર-૪૮ સુધી પહોંચી ગયા હતા. હાઈવેની ત્રીજી ટ્રેક પરથી સામેથી આવતા વાહને બન્નેને ટક્કર મારતા બાળકને ટક્કર ઍટલી જોરદાર હતી કે બંને રોડની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ તરફ ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ વાહનચાલક રોકાયા વગર ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સંદીપ તાત્કાલિક રોડ ક્રોસ કરી સ્થળે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા મુલાયમ રમેશ બનવાસીના માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ઇજાગ્રસ્ત બાળકને પારડીની મોહનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
