Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સેલવાસના પ્રમોદ પ્રજાપતિને રૂ. ૩૫ હજારનો દંડ અને ઍક વર્ષની સજા

સેલવાસના પ્રમોદ પ્રજાપતિને રૂ. ૩૫ હજારનો દંડ અને ઍક વર્ષની સજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ દાદરા નગર હવેલીના સેલવાસના ઇસમે વોલન્ટરી ડિસકોલોઝર ઓફ ઇન્કમ સ્કીમ હેઠળ ની સ્કીમ માં જાહેર કરવા છતાં આવક ઉપરનો કાયદેસર કર નિયત સમય મર્યાદામાં ભરવામાં નિષ્ફળ જતાના કેસમાં વાપી કોર્ટ દ્વારા આવકવેરા કરચોરી કિસ્સામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસ્ટિટ્યૂટર હાર્દિક શાહની ધારદાર રજૂઆત અને પુરાવાઓને લઈ આરોપી પ્રમોદ નગીનદાસ પ્રજાપતિને આવકવેરા ની કલમ ની કલમ ૨૭૬ઘ્(૧), ૨૭૬ઘ્(૨), ૨૭૬ઘ્ઘ્ તથા ૨૭૬ઝ઼ હેઠળ   દોષિત જાહેર કરી રૂપિયા ૩૫,૦૦૦ નો દંડ અને અનુક્રેમ  ૧ વર્ષ , ૬ મહીના , ૬ મહીના , અને ૩ મહીના ની સજા કરેલ છે. પ્રા વિગત મુજબ દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા ખાતે રહેતા પ્રમોદ નગીનદાસ પ્રજાપતિ ઍ વોલન્ટરી ડિસક્લોઝર ઓફ ઇન્કમ સ્કીમ ઍટલે કે વી ડી આઈ ઍસ ૧૯૯૭ હેઠળ અગાઉ જાહેર ન કરાયેલા રોકડ રકમ અને મૂડી રોકાણ જાહેર કર્યું હતું તેમ છતાં જાહેર કરાયેલા આવક ઉપરનો કાયદેસર નો કર નિયત સમયમર્યાદામાં ભરવામાં નિષ્ફળ જતા જાહેરનામું અમાન્ય બન્યું હતું અને ત્યારબાદ આવકવેરા વિભાગે નિયમિત આકારણી કાર્યવાહી હાથ ધરી હતી આ કેસ ૨૦૧૦ થી ચાલી રહ્ના હતો જે અંગે આવકવેરા વિભાગ દ્વારા અનેક કાયદેસર નોટિસો આરોપીને આવકવેરા રિટર્ન હિસાબ પુસ્તકો તથા સંબંધીત નાણાકીય દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ આરોપી પ્રમોદ પ્રજાપતિને વારંવાર આપવામાં આવેલી તક હોવા છતાં નોટિસ નું પાલન કર્યું ન હતું તથા કાર્યવાહીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો જેને લઇ આવકવેરા વિભાગ દ્વારા કલમ ૧૪૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષે વીડીઆઈઍસ ફોર્મ કાયદેસર નોટિસો આકારણી આદેશો ડિમાન્ડ નોટિસ પેનલ્ટી ઓર્ડર અપીલ ઓર્ડર સહિતના મહત્વપૂર્ણ દસ્તાવો જો વોટ સમક્ષ રજૂ કર્યા હતા. 

વિભાગ ય સાક્ષીઓ દ્વારા નોટિસની સર્વિસ આકારણી કાર્યવાહી તથા આરોપી દ્વારા કરવામાં આવેલા ઈરાદાપૂર્વકના ડિફોલને સાબિત કરવામાં આવ્યો હતો અને કોર્ટે નોંધ લીધી હતી અને આરોપી પ્રમોદ પ્રજાપતિને રૂ. ૩૫,૦૦૦ નો દંડ અને ઍક વર્ષની કેદની સજા કરવાનો હુકમ વાપી ની ઍડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશન ના જજ કે.ઍમ સોનીની કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસ્ટિટ્યૂટર હાર્દિક ઍસ શાહ દ્વારા ધારદાર રજૂઆત અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ દલીલો કરી હતી જેને માન્ય રાખી ફરિયાદી પક્ષે આરોગ્ય યોજના તમામ આરોપો શંકાથી પર સાબિત કર્યા હોવાનું નોંધ્યું હતું આ ચુકાદો આવકવેરા કરચોરી આવક છુપાવવી અને ટેક્ષક ન ભરવો તથા આવકવેરા વિભાગની કાયદેસર નોટિસનું પાલન ન કરતા સંબંધિત કેશોમાં ઍક મહત્વપૂર્ણ ચુકાદા તરીકે જોવામાં આવી રહ્ના છે સાથે સતત ૧૬ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં વાપી કોર્ટના વિભાગ્ય કર્મચારીઓ તેમજ ઍડવોકેટ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસ્ટિટ્યૂટર હાર્દિક ઍસ શાહ ની રજૂઆતો ને લઈ આ મહત્વનો ચુકાદો મેળવવામાં સફળતા મળી છે.