વલસાડમાં વિઝાના નામે છેતરપિંડી કરનારી મહિલા ઝડપાઈ
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ શહેરમાં યુકેના વર્ક વિઝા આપવામાં બહાને ઍક મહિલા પાસે લાખો રૂપિયા પડાવી લેવાની ફરિયાદ બાદ અલોરા ઈગ્રીમેશન નામની ઓફિસ અને ‘ઍ ફિટનેસ’ની પ્રોપરાઈટર મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી છે. વલસાડ શહેરમાં યુ.કે. ના વર્ક વિઝા અપાવવાના બહાને સોનલબેન અલોરા ઈમિગ્રેશન નામની ઓફિસે ગયા ત્યારે ગુલામે તેમને યુકેના વર્ક વિઝા માટે કુલ ૨૦ લાખનો ખર્ચ થશે તેમ જણાવતા તેમણે ૫ લાખ ચૂકવવાનું બાકીની રકમ ટુકડે-ટુકડે રૂ. ૧૦ લાખ પડાવ્યા હતા. બાદ માં સોનલબેનનો સંપર્ક તોડી નાખ્યો હતો. ગુલામભાઈઍ શરૂઆતમાં વિઝીટ વિઝા કાઢી આપવાના બહાને સોનલબેન પાસેથી અલગ અલગ તા. ૨૫/૦૪/૨૦૨૫માં ૫૦,૦૦૦ અલોરા ઈમિગ્રેશનના બેંક ખાતામા ૪ જૂન ૨૦૨૫ માં ૩૦,૦૦૦ અલોરા ઈમિગ્રેશનના બેંક ખાતામાં, ૨૧ જૂન ૨૦૨૫ માં ૨૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર ઍ ફિટનેસ જીમના ત્ઘ્ત્ઘ્ત્ બેંક ખાતામાં આ પછી મુંબઈમાં ઈન્ટરવ્યૂ અપાવ્યા બાદ વિઝીટ વિઝા કેન્સલ થતા સોનલબેન ને વર્ક વિઝા પાકો થઈ જશે તેવી ખાતરી આપતા તેણે વિશ્વાસ મૂકી ૧૮ /૦૭ ૨૫ ના રોજ આરટીજીઍસ મારફતે બીજા ૯ લાખ રૂપિયા અલોરા ઈમિગ્રેશનના ખાતામાં જમા કરાવ્યા હતા. અને આરોપીઓઍ ૧૦ લાખ રૂપિયા પડાવી દીધા હતા. સમય જવા તેમ છતાં વિઝા નહીં મળતા સોનલબેન ને પોતાના પૈસા પરત માંગણી કરતા આરોપી ગુલામે વારંવાર વાયદા કરતો અને સંપર્ક ટાડવા લાગ્યો હતો .પોલીસે ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ હોવાનું બહાર આવતાં અલોરા ઈમિગ્રેશન અને ઍ ફિટનેસની પ્રોપરાઈટર તબસુમ અબ્દુલ પઠાણ ની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી હતી.
