વલસાડના નિવૃત્ત વૃદ્ધ પાસે મિત્ર બની ગઠિયાઍ રૂ. ૪.૪૫ લાખ અોનલાઈન પડાવી લીધા
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ નજીકના વશીયર પ્રમુખ દર્શન ૩ માં રહેતા નિવૃત વૃદ્ધની સાથે હિન્દીમાં વાત કરી મિત્ર હોવાની ખોટી ઓળખ આપી અજાણ્યા ઇસમે તેના ખાતામાંથી રૂ. ૪.૪૫ લાખની ઓનલાઈન ઠગાઈ કરતા મામલો વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે. વલસાડ શહેર નજીકના વશિયરગામે આવેલા પ્રમુખ દર્શન-૩ માં શૈલેષભાઈ ઈન્દ્રસિંહ દેસાઈ નિવૃત ઍકલા રહે છે. શૈલેષભાઈ દેસાઈ પર ગત તા. ૦૯/૦૫/૨૦૨૬ના રોજ બપોરના સમયે ઍક અજાણ્યા નંબર પરથી ફોન કરી તેની સાથે હિન્દી ભાષામાં મેં ભગુભાઈ બોલ રહા હુ શૈલેષભાઈ કૈસે હો તેમ કહીને શૈલેષભાઈના વલસાડમાં રહેતા સાચા મિત્ર ભગુભાઈ હોવાનો ઢોંગ કર્યો હતો. અવાજ મળતો આવતો હોવાથી શૈલેષભાઈને પણ તે તેમનો મિત્ર જ હોવાનો વિશ્વાસ બેસી ગયો હતો. બીઓબી બેન્કનો ખોટો લ્પ્લ્ મોકલી વિશ્વાસ જીત્યો અને ઠગ મિત્રઍ જણાવ્યું કે, ‘મારું ગૂગલ પે બંધ થઈ ગયું છે, જેથી હું તમારા બેંક ખાતામાં ૪,૪૫,૫૦૦ ટ્રાન્સફર કરું છું અને ઍ પૈસા હું આપું તે શ્ભ્ત્ ત્ઝ઼ પર મને પરત મોકલી આપો’ થોડી જ વારમાં શૈલેષભાઈના મોબાઈલ પર બેંક ઓફ બરોડાના નામે ઍક નકલી મેસેજ આવ્યો, જેમાં રૂ. ૪,૪૫,૫૦૦ જમાં થયા હોવાનું લખેલું હતું. વૃદ્ધે બેંક બેલેન્સ ચેક કર્યા વિના જ આ મેસેજને સાચો માની શૈલેષભાઈને ઍક શ્ભ્ત્ ત્ઝ઼ (ર્લ્ીર્ીફુ૭૮૦૪૮૨૧૪૩૬ક્લ્્યષ્ટફૂશ્વક્કફૂસ્ન્) આપ્યું અને તેમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્નાં હતું. શૈલેષભાઈઍ પોતાના ર્ભ્ીક્કદ્દૃ શ્ભ્ત્ ત્ઝ઼ પરથી કુલ રૂ. ૪,૪૫,૫૦૦ સામેવાળાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.. ઠગે ફરીથી ઍક નકલી ઍમઍસઍમ મોકલીને વધુ રૂ. ૩,૫૫,૫૦૦ જમા થયા હોવાનો દાવો કર્યો અને બીજા ઍક યુપીઆઈ આઈડી પર પૈસા મોકલવા દબાણ કર્યું હતું. જોકે, આ વખતે ટેકનિકલ ખામીના કારણે ટ્રાન્ઝેક્શન ફેઈલ થયું હતું.
જ્યારે શૈલેષભાઈઍ પોતાની પુત્રી અને જમાઈની મદદથી ઓરિજિનલ બેંક ઍકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરાવતા ખબર પડી કે તેમના ખાતામાં કોઈ પૈસા જમા થયા જ નહોતા, ઉલટાનું તેમના ખાતામાંથી રૂ. ૪.૪૫ લાખ સાયબર ગઠિયાના યુનિયન બેંકના ખાતા નંબરના ટ્રાન્સફર થઈ ગયા હોવાની જાણ થતા તેઓ પોતે છેતરાયા હોવાથી શૈલેષભાઈ દેસાઈઍ અજાણ્યા ઈસમ વિરુદ્ધ વલસાડ જિલ્લા સાઇબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
