વાપીના વિદ્યાર્થીઍ ઓનલાઇન ફોન મંગાવવામાં રૂ. ૨૧૦૦૦ ગુમાવ્યા
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી ટાઉન- છરવાળા રોડ રોડ પર રહેતા વિદ્યાર્થીઍ ફેશબુક પર જાહેરાત જોઈ ઓનલાઈન ઍપલ ફોન મંગાવવામાં રૂ. ૨૧૦૦૦ ગુમાવ્યા હતા.
બનાવવાની પ્રા વિગત મુજબ વાપી છરવાડા રોડ આસોપાલવ સોસાયટી નજીક અરિહંત ઍપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા મોહિત હિમાંશુ બડોલે ઍ ગઈ ૨૨ તારીખના રોજ બપોરે ઘરે મોબાઈલમાં ફેશબુક જોઈ રહ્ના હતો ત્યારે ઍક વ્યક્તિઍ આઈ-ફોનનો ફોટો અને ૧૨૮ જીબીનો મોબાઇલ વેચવાનો છે. તેવી જાહેરાત મૂકી હતી. આ ફોનની રકમ રૂ. ૨૧,૦૦૦ જણાવી હતી જેથી મોહિતે ફેશબુક પર આપેલી જાહેરાતના આધારે મોબાઈલ નંબર પર સંપર્ક કરતા દશરથ પટેલ નામના વ્યક્તિઍ આ મોબાઇલ કુરિયર કરી દેશું તેમ જણાવી તેના ઍકાઉન્ટમાં રૂ. ૨૧,૩૦૦ કરાવ્યા હતા ઍટલું જ નહીં છેતરપીંડી કરનારે ફોનને પેકિંગ કરતો અને કુરિયરની સ્લીપ તથા કુરિયર સંચાલકનો મોબાઇલ નંબર પણ વિડીયો કરી મોકલ્યો હતો. જે બાદ બીજા દિવસે કુરિયરમાં ફોન આવી જશે. તેમ જણાવ્યું હતું. બીજા દિવસે મોહિતે રાહ જોઈ છતાં કુરિયર ન આવતા તેણે કુરિયર સ્લીપ પર આપેલ નંબર પર ફોન કર્યો તો ત્યાંથી જાણવા મળ્યું કે આવો કોઈ ફોનનું પાર્સલ આવ્યું નથી. જેથી સ્લીપ પર આપેલ નંબર પર ફોન કર્યો તો તેણે બીજા દિવસે આવશે ઍમ જણાવ્યું હતું. તે પછી પણ કુરિયર ના આવતા પોતે છેતરાયો હોવાનું જણાવતા તેણે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સાઇબર ક્રાઇમ અંગે ફરિયાદ નોંધાવી હતી.
