Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં યુવતીઅો માટે મેહંદી તાલીમ કોર્સનું સફળ આયોજન

વાપીમાં યુવતીઅો માટે મેહંદી તાલીમ કોર્સનું સફળ આયોજન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૯ ઃ વાપી શહેરમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ ઍક મહત્વપૂર્ણ પગલું ભરીને વ્ત્ર્ફૂ ણ્ંષ્ટફૂ ણ્ં્યસ્ન્ફૂ ફઞ્બ્ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની ૧૦ યુવતીઓ માટે ૨૧ દિવસીય મેહંદી તાલીમ કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્સમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ ઘરકામ કરતી મહિલાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કોર્સ દરમિયાન પ્રખ્યાત મેહંદી ટ્રેનર યાસ્મિનબેન પટેલ દ્વારા તાલીમાર્થી બહેનોને વિવિધ પ્રકારની મેહંદી ડિઝાઇન, બ્રાઇડલ મેહંદી, ગ્રાહકો સાથે વ્યવહાર કરવાની રીત તેમજ આ ક્ષેત્રમાં રોજગારની તકો અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।

કોર્સના અંતિમ દિવસે મેહંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બહેનોઍ પોતાની સર્જનાત્મકતા અને કળાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતાં.

સંસ્થાના પ્રતિનિધિઓઍ જણાવ્યું હતું કે વ્ત્ર્ફૂ ણ્ંષ્ટફૂ ણ્ં્યસ્ન્ફૂ ફઞ્બ્ નો મુખ્ય હેતુ માત્ર તાલીમ આપવાનો નથી. પરંતુ જરૂરિયાતમંદ દીકરીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર સાથે જોડવાનો પણ છે. આવનારા સમયમાં પણ આવી વિવિધ કૌશલ્ય આધારિત તાલીમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે. આ કાર્યક્રમ સમાજ માટ પ્રેરણાદાયી સાબિત થયો હતો અને મહિલા સશક્તિકરણ તરફ ઍક સરાહનીય પહેલ તરીકે લોકોમાં પ્રશંસા પ્રા કરી હતી.