દાનહના સામરવરણી ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૯ ઃ દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નેશનલ હેલ્થ મિશન (ફણ્પ્) દ્વારા ‘વિશ્વ તંબાકુ નિષેધ દિવસ-૨૦૨૬’ નિમિત્તે સામરવરણી ગામે જનજાગૃતિ અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, પંચાયત સભ્યો, આશા વર્કર્સ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. આ વર્ષે વિશ્વ તંબાકુ નિષેધ દિવસની થીમ ઙ્કગ્શ્વજ્ઞ્ત્ર્દિં્દ ભ્શ્વંફુ્યણૂદ્દસ્ન્, ર્ઝ઼ીશ્વત્ત્ ત્ઁદ્દફૂઁદ્દજ્ઞ્ંઁસ્ન્ઙ્ખ તથા ઙ્કશ્ૃઁર્ીસ્ન્ત્ત્જ્ઞ્િઁં દ્દત્ર્ફૂ ખ્ષ્ટષ્ટર્ફૂશ્રૅં ઘ્ં્યઁદ્દફૂશ્વજ્ઞ્િઁં ફજ્ઞ્ણૂંદ્દજ્ઞ્ઁફૂ ર્ીઁફુ વ્ંર્ણુણૂણૂં ખ્ફુફુજ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁઙ્ખ રાખવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખાસ કરીને યુવાનોને તંબાકુ અને નિકોટિનના વ્યસનથી દૂર રાખવા અંગે જાગૃત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબોઍ તંબાકુ, બીડી, સિગારેટ અને ગુટખાના સેવનથી થતા ગંભીર રોગો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તંબાકુના સતત સેવનથી મોઢા, ગળા અને ફેફસાંના કેન્સર, હૃદયરોગ, બ્રેઈન સ્ટ્રોક તથા શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
વ્યસન છોડવા અને માનસિક માર્ગદર્શન માટે સરકારની માનસિક આરોગ્ય હેલ્પલાઇન ‘ટેલી-માનસ’ (વ્ફૂશ્રફૂ-પ્ખ્ફખ્લ્) નંબર ૧૪૪૧૬નો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પ યોજી ઉપસ્થિત નાગરિકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરોઍ બ્લડ -ેશર, શુગર લેવલ અને સામાન્ય આરોગ્ય ચકાસણી કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે પંચાયત સભ્યો, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર્સ અને ગ્રામજનોઍ સામૂહિક રીતે વ્યસનમુક્તિનો શપથ લીધો હતો. સૌઍ પોતે તંબાકુથી દૂર રહેવા તથા પોતાના પરિવાર અને ગામને વ્યસનમુક્ત બનાવવા માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
