Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ ઍસ.ટી. ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં કર્મચારી મંડળનો ફરી વિજય

વલસાડ ઍસ.ટી. ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં કર્મચારી મંડળનો ફરી વિજય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૯ ઃ વલસાડ ઍસ.ટી. ક્રેડિટ સોસાયટીની કુલ ૧૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કર્મચારી મંડળ વલસાડે ફરી ઍકવાર બહુમતી મેળવી પોતાનો કબજો યથાવત રાખ્યો છે. ચૂંટણી પરિણામોમાં વાપી ડેપોની ૨ બેઠકો, બીલીમોરા કર્મચારી મંડળની ૨ બેઠકો, ધરમપુર કર્મચારી મંડળની ૨ બેઠકો, વિભાગીય કચેરીની ૧ બેઠક તેમજ વિભાગીય વર્કશોપની ૧ બેઠક મળી કુલ ૮ બેઠકો કર્મચારી મંડળના ફાળે ગઈ હતી. જ્યારે મજૂર મહાજન યુનિયન અને બી.ઍમ.ઍસ. યુનિયનને મળીને ૪ બેઠકો પ્રા થઈ હતી.

આ જીત સાથે વલસાડ વિભાગના કર્મચારીઓઍ ફરી ઍકવાર કર્મચારી મંડળ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે. મોટી સંખ્યામાં કર્મચારીઓના સમર્થનથી કર્મચારી મંડળે સતત બીજીવાર બહુમતી હાંસલ કરી છે. આ પ્રસંગે વાપી ડેપોમાં બિનહરી જાહેર થયેલી બે બેઠકોના વિજેતા રજનીભાઈ પટેલ તથા નિર્મલભાઈ પટેલના સન્માન માટે સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ કર્મચારી મંડળના મહામંત્રી તેમજ ઍસ.ટી. ક્રેડિટ સોસાયટીના પ્રમુખ ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારંભમાં વાપી ડેપોના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્ના હતા અને વિજેતા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતાં.