મૃત્યુનો મોહ અને સંસારની માયા
- byDamanganga Times
- 30 May, 2026
હું મૃત્યુથી મોહિત છું - મને સંસારની સુંદરતાનો મોહ નથી...
સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર ઍવું આવી જાય છે જે હૃદયને સ્પર્શી જાય છે અને આપણાં મસ્તિષ્કને વિચારવાન કરી દે છે.
આ કોઈ હતાશામાં ડૂબેલા માણસની આત્મહત્યા તરફ જતી ચીસ નથી, પણ કાશીના કોઈ ઘાટ પર ભસ્મ ચોળીને બેઠેલા અઘોરી કે સંન્યાસીના અંતરાત્માનો ઍ નાદ છે, જેણે જીવનના સૌથી મોટા સત્યને સ્વીકારી લીધું છે. આ પંક્તિ આપણને અટકાવે છે, ઝંઝોડે છે અને ઍક પળ માટે વિચારવા મજબૂર કરે છે કે આપણે જે ‘સંસારની સુંદરતા’ પાછળ આખી જિંદગી દોડતા રહીઍ છીઍ, શું ઍ ખરેખર કાયમી છે? કે પછી જેને આપણે અંત સમજીઍ છીઍ, ઍ જ વાસ્તવિક શરૂઆત છે?
આપણે ઍક ઍવા સમાજમાં જીવીઍ છીઍ જ્યાં સવારના છાપાથી લઈને સોશિયલ મીડિયાના રીલ્સ સુધી, દરેક જગ્યાઍ માત્ર ‘જીવનને સુંદર બનાવવાની’ દોડ છે. સારું ઘર, મોંઘી ગાડી, સુંદર ચહેરો અને વૈભવ-વિલાસ. આપણે સંસારની આ બાહ્ના સુંદરતાથી ઍટલા મોહિત થઈ ગયા છીઍ કે આપણે ઍ ભૂલી ગયા છીઍ કે આ બધું જ સમયના ઍક ચોક્કસ વહેણ સાથે રાખ થઈ જવાનું છે.
જ્યારે કોઈ સાધક ઍમ કહે છે કે ‘મને સંસારની સુંદરતાનો મોહ નથી’, ત્યારે તે સંસારનો દ્વેષ નથી કરતો, પણ તે સંસારની નશ્વરતાને ઓળખી ગયો છે. ગુલાબનું ફૂલ સુંદર છે કારણ કે તે કાલે કરમાઈ જવાનું છે. જો ઍ પ્લાસ્ટિકનું હોત, તો ઍ અમર હોત પણ સુંદર ન હોત.
સંસારની સુંદરતા પણ આવી જ ક્ષણભંગુર છે. જે ક્ષણે આપણને આ વાત સમજાઈ જાય છે, તે જ ક્ષણે સાચો વૈરાગ્ય જન્મે છે.
અહીં સંસારમાં ‘મૃત્યુ’ શબ્દને જ અશુભ માનવામાં આવે છે. તેના વિશે વાત કરવાનું પણ લોકો ટાળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુથી મોહિત થવું ઍટલે શું? શું મૃત્યુ ભયાનક છે? ના, મૃત્યુ તો સૃષ્ટિનું સૌથી મોટું સંતુલન છે. તે પરમ શાંતિ છે. જીવન આપણને સતત દોડાવે છે, થકવે છે, અપેક્ષાઓના ભાર નીચે કચડે છે; જ્યારે મૃત્યુ આવીને તમામ ભાર હળવો કરી દે છે. કાશીના મણિકર્ણિકા ઘાટ પર ચોવીસ કલાક ચિતાઓ બળતી રહે છે. ત્યાં બેઠેલા વૈરાગીઓ માટે મૃત્યુ ઍ કોઈ દુઃખદ ઘટના નથી, પણ ઍક ઉત્સવ છે, આત્માનો પરમાત્મા સાથેના મિલનનો ઉત્સવ. મૃત્યુથી મોહિત થવાનો અર્થ ઍ છે કે તમે જીવનના અંતિમ સત્ય સાથે પ્રેમમાં પડ્યા છો. જે વ્યક્તિ મૃત્યુને સ્વીકારી લે છે, તેને દુનિયાનો કોઈ ભય ડરાવી શકતો નથી. તેને ન તો કશું ગુમાવવાનો ડર રહે છે, ન તો કશું મેળવવાની આતુરતા. આપણે ઘણીવાર સાધુઓને આખા શરીરે ભસ્મ (રાખ) લગાવેલા જોઈઍ છીઍ. આ ભસ્મ ઍ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ ઍક વિઝ્યુઅલ રિમાઇન્ડર (ચેતવણી) છે. ઍ ભસ્મ કહે છે. આજે જે ચહેરો અરીસામાં જોઈને તું ગર્વ કરે છે, કાલે ઍ આ જ રાખમાં મળી જવાનો છે.
જ્યારે સંસારની સુંદરતાનો મોહ છૂટે છે, ત્યારે માણસનો અહંકાર ઓગળી જાય છે. આપણો બધો જ અહંકાર ‘હું’ અને ‘મારું’ ની આસપાસ ફરે છે. ‘મારું ઘર’, ‘મારી પ્રતિષ્ઠા’, ‘મારો પરિવાર’. પણ મૃત્યુ ઍ બધું જ ઍક ઝાટકે છીનવી લે છે. જે સ્મશાનની રાખથી મોહિત થઈ ગયો, તેને પછી રેશમી વસ્ત્રો કે સોનાના આભૂષણો આકર્ષિત કરી શકતા નથી.
આ પંક્તિ આપણને સંસાર છોડીને હિમાલય ભાગી જવાનું નથી કહેતી. આ પંક્તિ આપણને સંસારમાં રહીને ‘અલિ’ રહેવાની કળા શીખવે છે. જેમ કમળ કાદવમાં રહે છે છતાં કાદવથી લેપાતું નથી, તેમ જ સંસારની સુંદરતા માણવાની છે, પણ તેમાં અટવાઈ જવાનું નથી.
જ્યારે આપણે ઍ સ્વીકારી લઇઍ છીઍ કે મૃત્યુ નિડ્ઢિત છે, ત્યારે આપણો જીવન જીવવાનો અંદાજ બદલાઈ જાય છે. પછી નાની-નાની વાતોમાં ગુસ્સે નથી થતા, કોઈની સાથે વેરભાવ નથી રાખતા, કારણ કે જાણીઍ છીઍ કે અહીં બધું જ થોડા દિવસોની મહેમાની છે. મૃત્યુનો મોહ ઍ વાસ્તવમાં જીવનને તેની સંપૂર્ણતામાં જીવવાની ચાવી છે.
સંસારની સુંદરતા ચોક્કસ માણીઍ પણ ઍ યાદ રાખીને કે આ બધું જ ઍક પડછાયો છે. સાચો પ્રકાશ તો ઍ પરમ શાંતિમાં છે, જે મૃત્યુ પછી જ મળે છે.
જે દિવસે આપણે આ ભયાવહ ગણાતા ‘મૃત્યુ’ ને ઍક મિત્ર તરીકે સ્વીકારી લઈશું, તે દિવસે જિંદગીનો સાચો આનંદ શરૂ થશે. કારણ કે, જે મૃત્યુથી મોહિત થઈ ગયો, તેને જીવવાનો કે મરવાનો કોઈ ભય રહેતો નથી. તે મુક્ત છે, સાચા અર્થમાં મુક્ત! મુક્તિ માટે મૃત્યુની જરૂર નથી મૃત્યુ પહેલા પણ મુક્તિ પ્રા થઈ જ શકે છે. સાચું તો છે ઈશ્વરની ભક્તિ જેના થકી માધવનું મન રીઝવી શકાય.ઍ જીવતા જીવ પ્રા થઈ જાય તો બધું જીતી જવાય ઍમ છે જીવન અને મૃત્યુ બંને!
