બે ભાઈઓ
- byDamanganga Times
- 30 May, 2026
ઍક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માઍ પોતાની ડાબી-જમણી આંખટ્ટ સમજીને બેઉને ઉછેરેલા. માને ઍમ કે, મોટા થઈને બેઉ ઍકબીજાને પડખે ઊભા રહેશે, ઍકમેકને હુંક આપશે. પણ ખરેખર ઍવું થયું ખરું ? ચાલો, આપણે જોઈઍ.
મોટો ભાઈ ઍટલે શહેર. ઍનો તો ભઈ, વટ ભારે ! ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્નાબી ભોગવવાની. ઍને થતું, ‘જોયું ? મારી અક્કલ ને હોશિયારીથી હું ક્યાંથી ક્યાં/ પહોંચ્યો? છે કોઈની તાકાત કે મારી સામે આંગળી ચીંધી શકે ? ભલ-ભલાને ધૂળ ચાટતાટ્ટ કરી દઉં.
નાનો ભાઈ ઍટલે ગામડું. બિચારો ભલો-ભોળો ને સીધોસાદો. ઝાઝી મહત્ત્વાકાંક્ષા ન રાખે. જે મળે ઍમાં ઍ અને ઍનો પરિવાર ખુશ. ઍ હંમેશા વિચારતો, આપણને જે મળે ઍમાં સુખ-સંતોષથી રહેવું. કહેવાયું છે ને કે, સંતોષી નર સદા સુખી. ઍને તો બસ, ઍ ભલોને ઍનું કામ ભલું.
જેટલો ફરક મોટા અને નાના ભાઈ વચ્ચે, ઍનાથી વધુ બંનેની પત્નીઓ વચ્ચે. મોટાની પત્ની ભણેલી-ગણેલી, જાજરમાન અને ફેશનેબલ. ઍને પોતાની આવડતનું ખૂબ ગુમાન. કહેવત છે ને કે, હું પહોળી ને શેરી સાંકડી.ઁ બસ, મોટાની પત્નીનું કંઈકટ્ટ ઍવું જ. બધાને કહેતી ફરે,
‘મારા પતિનાં અડધાં ઉપર કામ તો હું જ પતાવી દઉં. કયા ખાતામાં જઈને કયું કામ કરવાનું ઍ બધી મને ખબર. આટલું ભણ્યાં-ગણ્યાં તે નકામું થોડું જવા દેવાય ? મોટાને પણ પોતાની પત્ની માટે અભિમાન હતું. ઍને પૂછીને જ ઍ પાણી પીતો.
નાનાની પત્ની સાવ અભણ ઍવું તો નહીં પણ ભણી હશે કદાચ દસ-બાર ધોરણ સુધી. સાદી, સુતરાઉ સાડી, તેલ નાખીને ઓળેલા ચપ્પટ વાળ અને કપાળે મોટો, લાલ ચટાક ચાંદલો. ઍનો હંમેશનો આ જ પરિવેશ. ઍનામાં સૂઝ-સમજ ઘણી પણ ઍ બધાને દેખાડવાનો જરાય શોખ નહીં. પોતાનાં કામ સિવાય કોઈ લપ્પન-છપ્પન નહીં. પોતાની પત્નીના ગુણો માટે નાનાને માન. ઘરનું કે બહારનું કંઈપણ અગત્યનું કામ હોય તો બેઉ સાથે મળીને નિર્ણય લેતાં. લિ. તમારા નાનકાના પાયલાગણ.
ખેતરમાં જે કંઈ પાકે ઍ પોતાના કે પોતાનાં બાળકોનાં મોંમાં મૂકતાં પહેલાં નાનો કોઈ ને કોઈ સથવારા સાથે મોટાભાઈને ઘેર પહોંચતું કરતો. ઍ જો ભૂલ્યો હોય તો ઍની પત્ની યાદ કરાવ્યા વિના ન રહેતી,
મેં મેથિયાના અથાણાની બરણી ભરીને તૈયાર રાખી છે હું! મોટાભાઈની બબલીટ્ટ ને મુન્નો તો આંગળા ચાટી ચાટીને મારું બનાવેલું અથાણું ખાતાં હોય છે. ને હા, ગૌરી ગાયનાં દૂધમાંથી કાઢેલા ચોખ્ખા ઘીનો ડબ્બો પણ ભરી રાખ્યો છે. કોઈ ઍ તરફ જનારું હોય તો કહેજો. ઍક વખત આ જ રીતે નાનાભાઈઍ કોઈકની સાથે પોતાના ખેતરમાં ઊગેલી કેરીઓ અને ઍની પત્નીઍ જાતે ઘંટીઍ દળેલો લોટ મોકલાવેલાં. બે-અઢી મહિના થવા આવ્યા પણ કંઈ સમાચાર ન આવ્યા ઍટલે ઍને થઈ ચિંતા. ઍ તો પોસ્ટ-ઓફિસમાં જઈને આંતર્દેશીય પત્ર લઈ આવ્યો અને પોતાના ગરબડિયા અક્ષરોમાં મંડ્યો પત્ર લખવા
મારા માતા-પિતા જેવા વડીલ ભાઈ ને ભાભી, જે શી કરસન સાથે લખવાનું કે, બે કે તઈણ મઈના પેલ્લાં અહીંથી રમલો ત્યાં આવતો ઁતો ઍની હંગાથે તમારા બધાના હારુ આપડી વાડીની કેરી મોકલેલી. મારી ઘરવાળીઍ કીધેલું કે કાલે જ પાંચ શેર અનાજ દળેલું છે તે તાજો લોટ પણ મોકલેલો. ઘરના દળેલા લોટના રોટલા છોકરાવને બઉ ભાવસે. પણ/ આ બધું મળી ગયાની પોંચ તમારા તરફથી આવી નથી તે જીવ ત્યાં લાગી રર્યો છે.
મેં વિચાર કયરો છે કે આવતા રવિવારે હું જાતે જ આવીને કુશળ સમાચાર જાણી જાઉં. સવારની પેલ્લી બસમાં નીકળીને ત્યાં પોંચીશ. પત્ર વાંચીને મોટાની વહુનાં ભવાં ચઢી ગયાં. ‘આ બધી ચાલબાજી છે. તમે રહ્ના/ ભોળા તે કંઈ સમજો નહીં. ગઈ સાલ દિયરજી કહેતાતા કે, છત પરથી ચોમાસામાં પાણીટ્ટ બહુ ચૂઍ છે તે નળિયાં નખાવવાં છે પણ પૈસાનો વેંત થતો નથી. અહીં આવવા પાછળનું કારણ પૈસા માગવાનું જ છે – બીજું કંઈ નહીં.’
મોટાને થયું. પત્નીની વાત તો સો ટકા સાચી છે. હવે કરવું શું ? બહુ વિચારીને ઍણે ઍક પોસ્ટકાર્ડ લખ્યો – મારા વ્હાલા નાનકા અને આખો પરિવાર, લિ. મોટાભાઈના આશિષ. તારો પત્ર મળ્યો. નાનપણથી જ તું બહુ લાગણીશીલ છે. મારાથી જવાબન આપી શકાયો તેથી તને થયેલી ચિંતા હું સમજી શકું છું પણ હવે હું તને વધુ ફિકર કરાવવા માગતો નથી તેથી તું અહીં આવે ઍ પહેલાં હું જ તારી ભાભી અને બંને છોકરાઓને લઈને ત્યાં આવું છું.
આમ પણ તું અહીં આવે તો ખેતરની ને ઢોરઢાંખરની દેખભાળ કોણ કરે? વળી અહીં શહેરના અટપટા રસ્તામાં તું ક્યાંક ભૂલો પડી જાય ને તને ઘર ન મળે તો નક્કામી ઉપાધી થાય. આમ વિચારીને અમે ત્યાં આવવાનું નક્કી કર્યું છે. છોકરાઓને તારી પાસે તળાવમાં તરતાં શીખવું છે. તારી ભાભી કહે છે કે, ઍને બીજું તો કંઈ કામ નથી પણ સાથેસાથ જ ઍ પણ આવી જાય તો માના ગુજરી ગયા પછી ઍની ચીજ-વસ્તુઓની વહેંચણી કરવાની રહી જ ગઈ છે તો દેરાણી-જેઠાણી બંને મળીને માનો કબાટ ખોલીનેટ્ટ જોઈલે ને જેને જે જોઈતું હોય ઍ લઈલે તો સારું.
ખેતરમાં મરચાં થયાં હશે. સુમિત્રાને કહેજે કે, લીંબુ-મરચાંનું અથાણું બનાવી રાખે. આટલાં ગાય-ભેંસ છે તે ઘી તો ઘણું નીકળતું હશે, નહીં? વધારે નથી જોઈતું. પાંચેક કિલોનો ડબ્બો ભરાવી રાખજે. આ તો શું છે, તારી ભાભી હમણાં બહુ નબળી પડી ગઈ છે. રોજ થોડું થોડું ઘરનું ઘી ખાય તો થોડી શક્તિ આવે. અમે બધા શનિવારે સાંજ સુધીમાં પહોંચી જઈશું.
પત્ર વાંચીને નાનકો તો હરખાઈ ગયો. પોતાની પત્નીને વંચાવીને કહેવા લાગ્યો. ખરેખર, આપણે કેટલા નસીબદાર છીઍ નહીં સુમી ? આપણા માથે આવા પ્રેમાળ ભાઈ-ભાભીનું છત્ર છે. નહીંતર આજના જમાનામાં કોણ નાનાભાઈનું આટલું ધ્યાન રાખે ? ઍની પત્ની ધીમેથી માત્ર ઍટલું જ બોલી, ‘હાસ્તો.’
(રામકુમાર આત્રેયની હિંદી લઘુકથાને આધારે)
