આજે વાપીના કેટલાંક વિસ્તારોમાં પાણી નહીં આવે
- byDamanganga Times
- 30 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી શહેરના ગીતાનગર વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇનને મેઇન લાઇન સાથે જોડવા માટે શુક્રવારે મહત્વપૂર્ણ ટેપિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ કામગીરીને કારણે. શનિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં નક્કી સમયગાળા દરમિયાન પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. સવારે ૪ઃ૩૦ થી ૫ઃ૩૦ કલાક દરમિયાન કોલીવાડ તથા ઇમરાન નગર વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ સવારે ૫ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાક દરમિયાન ગોદલ નગર તથા મહેસાણા સોસાયટી વિસ્તારમાં પાણી નહીં મળે. સવારે ૭ઃ૧૫ થી ૮ઃ૧૫ કલાક દરમિયાન ગીતા નગર વિસ્તારમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે, જ્યારે સવારે ૮ઃ૧૫ થી ૯ઃ૧૫ કલાક દરમિયાન આસોપાલવ તથા કોપરલી રોડ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.
પાણી પુરવઠા વિભાગે સંબંધિત વિસ્તારોના રહેવાસીઓને અગાઉથી જરૂરી પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરી છે. ટેપિંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો નિયમિત રીતે ફરી શરૂ કરવામાં આવશે હોવાનું પણ વિભાગે જણાવ્યું છે.
