Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મનપાઍ ચોમાસા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કર્યો

વાપી મનપાઍ ચોમાસા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની સુવિધા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ, પાણી ભરાવાની સમસ્યા અથવા અન્ય તાત્કાલિક પરિસ્થિતિ સર્જાય તો નાગરિકો કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે.

વાપી મહાનગરપાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર ૦૨૬૦-૨૯૭૬૪૮૦ જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈપણ સમસ્યા અંગે તાત્કાલિક જાણ કરવા આ નંબરનો ઉપયોગ કરે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં પાલિકાની કામગીરી સંબંધિત ફરિયાદો કચેરી સમય દરમિયાન મોબાઇલ નંબર ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધાવી શકાશે.