Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

શિવાળીમાળમાં અખંડ શ્રીરામ ધૂન કાર્યક્રમ યોજાયો

શિવાળીમાળમાં અખંડ શ્રીરામ ધૂન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૮ ઃ ડાંગ જિલ્લાનાં શિવારીમાળ સ્થિત આવેલા વૈદેહી સંસ્કાર ધામ ખાતે પૂજ્ય યશોદા દીદીના પાવન સાનિધ્યમાં અખંડ શ્રીરામ ધૂન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીરામના નામનો જાપ સતત ચાલી રહ્ના છે,જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડીને દર્શન અને ધૂનનો લાભ લઈ રહ્ના છે. આ ધાર્મિક મહોત્સવને કારણે સમગ્ર પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્ના છે.અને લોકોમાં ધાર્મિક આસ્થા વધુ મજબૂત બની રહી છે. આ પવિત્ર પ્રસંગે આયોજિત ભંડારામાં ડાંગ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગામીતે પ્રશંસનીય સેવાભાવી સહયોગ આપ્યો હતો.તેમણે ભંડારાના સફળ સંચાલન માટે તેલ, બટાકા તેમજ ચોખા સહિતના જરૂરી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો દાન સ્વરૂપે અર્પણ કર્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખના આ સેવાકાર્યથી પ્રભાવિત થઈને ત્યાં ઉપસ્થિત સાધુ-સંતો અને ભક્તજનોઍ તેમના આ સહયોગને મુક્ત કંઠે બિરદાવ્યો હતો. આ પ્રસંગે પૂ.યશોદા દીદીઍ જણાવ્યું હતું કે, અખંડ ધૂન જેવા ધાર્મિક આયોજનોથી સમાજમાં ઍકતા, ભાઈચારો અને સેવાભાવનાનો સંદેશ પ્રસારિત થાય છે. સાથે જ સમાજ જીવનમાં આવા પ્રેરણાદાયી સેવાકીય કાર્યો લોકોમાં પરસ્પર પ્રેમ, સહકાર અને માનવતાની ભાવનાને વધુ દ્રઢ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીતે આ કાર્યક્રમમાં સહભાગી બનીને માનવતા અને સૌહાર્દનો ઍક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું.