ગણદેવીની દમણિયા સાર્વજનિક હોસ્પિ.માં IUI સેન્ટરનો પ્રારંભ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૮ ઃ સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગણદેવી સ્થિત ન.જ. દમણિયા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ગુરુવારે વંધ્યત્વ (નિઃસંતાનપણું) સારવાર માટેના આધુનિક ત્શ્ત્ સેન્ટરનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવ્યો હતો. આ નવીન સુવિધા શરૂ થવાથી હવે આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નિઃસંતાન દંપતીઓને વંધ્યત્વ નિવારણ માટે બહાર ગામ જવું નહીં પડે અને હોસ્પિટલ ખાતે જ અદ્યતન સારવાર ખૂબ જ રાહતદરે ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે મુખ્ય ઉદઘાટક મુકેશભાઈ વિલાશીઍ દીપ પ્રજ્વલન કરી સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું, અને ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીઓને આ સુવિધાનો મોટો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ કાપડિયાઍ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ ગરિમાપૂર્ણ અવસરે ટ્રસ્ટી અશ્વિનભાઈ કાપડિયા, ચંદ્રકાંતભાઈ કાપડિયા, રાહુલભાઈ કાપડિયા તેમજ તબીબી નિષ્ણાતોમાં ડો. કૃષ્ણા જીયાની, ડો. દ્વિતીયા મોદી અને ડો. મિનેષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત મેનેજર ઇમેશ ગાંધી, શિવમ માહોર સહિત વિસ્તારના અગ્રણીઓ અને હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોઍ હાજર રહીને હોસ્પિટલની આ નવીન સિદ્ધિને બિરદાવી હતી.
