ગણદેવી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી શરુ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૮ ઃ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ગણદેવી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા કિનારે વૃક્ષોની જોખમી અને વધારાની ડાળીઓની છટણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકાની ટીમ દ્વારા સ્કાયલિફટ મશીનની મદદથી ઊંચા વૃક્ષોની ડાળીઓ કાપી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની શક્યતા રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આગોતરા તકેદારીરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં જનતા અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ વીજલાઈન અને માર્ગ વ્યવહાર સુરક્ષિત રહે તે હેતુથી પ્રિ-મોન્સૂન કામગીરી ઝડપી ગતિઍ ચાલી રહી છે. સ્થાનિક લોકોઍ પણ નગરપાલિકાની આ કામગીરીને આવકારી હતી.
