ખેરગામ- બહેજમાં આરસીસી કામ ચોમાસા પહેલાં પુરૂ કરવા માંગ
- byDamanganga Times
- 29 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૮ ઃ ખેરગામ વડપાડા પાટી ૧૦ કિમી.નો માર્ગ ટનાટન હતો છતાંય લોકમાંગ વગર ૧૮.૮૯ કરોડની માતબર રકમે વણમાંગ્યો આરસીસી બની રહ્ના છે, જે કામ ઓગસ્ટ ૨૬ માં પૂરું કરવાનું છે. પરંતુ છેલ્લા અહેવાલ મુજબ ચીમનપાડા ફાટકથી ખેરગામ સુધીના ત્રણ કિલોમીટરમાં સંપૂર્ણ કામગીરી બાકી છે, બહેજ ડેરી સુધીનુ કામ આંશિક થયું છે.
ઍવું ચર્ચાય છે કે સારા રસ્તાનો અડધો ભાગ ખોદીને આરસીસી કામ થાત તો લોકવિરોધ થાત કે સારો રસ્તો આરસીસી બનાવવાની શું જરૂર છે? ઍટલે સંપૂર્ણ રસ્તો ખોદી કાઢતા છેલ્લા નવેક મહિનાથી સ્થાનિક ગ્રામ્ય પ્રજા દુઃખી છે, બસ સેવા પણ બંધ છે અન્ય વાહન ન મળતા લોકોઍ ત્રણ-ચાર કિ.મીટર ચાલવું પડે છે.
ખેરગામ સુધી બનાવતા બેથી ત્રણ મહિના નીકળી જશે ઍવી સંભાવના દેખાય છે. જેથી ચોમાસુ બેસે તે પહેલા ખેરગામ સુધીના ત્રણેક કિ.મી.માં ડીઍલસીનું કામ તાકિદે પૂરું કરવું જોઈઍ પછી પીક્યુસી થશે. ઍટલે કે ચોમાસામાં પણ લોકો દુઃખી થવાના ઍન્ધાણ છે.
